દિલ્હી એરપોર્ટમાંથી હેરોઈન સાથે યુવતી ઝડપાઈ

નવી દિલ્હી | ભાષા| Last Modified ગુરુવાર, 3 એપ્રિલ 2008 (20:57 IST)

નવી દિલ્હી. દિલ્હી વિમાન મથક પરથી થાઈલેન્ડની એક યુવતીની તલાશી દરમિયાન અઢી કિલોગ્રામ હેરોઈન મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. હેરોઈનના આ જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અઢી કરોડ રૂપિયા હોવાનુ બહાર આવ્યુ હતુ.

કસ્ટમ આયુક્ત એમ ડી સિંહે જણાવ્યુ હતુ કે, તોંગપૂલ બુઆવિયાંગ નામની યુવતીને ગઈકાલે રાત્રે કસ્ટમના ગુપ્તચર વિભાગે દિલ્હીના ઈન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી ઝડપી પાડી હતી.

તેની પાસેથી કુલ 2.48 કિલોગ્રામ જેટલો હેરોઈનનો જથ્થો હતો. હેરોઈન તેણે સૂટકેશની નીચેના ભાગે છુપાવેલુ હતુ. આ યુવતી મલેશિયન એરલાઈન્સમાં ક્વોલાલમ્પુર જવાની હતી.


આ પણ વાંચો :