નવો ખુલાસો - સુનંદાને છુટાછેડા આપીને મેહર તરાર સાથે લગ્ન કરવા માંગતા હતા શશિ થરુર

sunanda pushkar
નવી દિલ્હી.| Last Modified બુધવાર, 23 જુલાઈ 2014 (10:29 IST)


સુનંદા પુષ્કરની મોતના બાબતે એક નવો મોડ આવ્યો છે. આ બાબતે એક મોટો ખુલાસો થયો છે.
એક સમાચાર ચેનલની રિપોર્ટ મુજબ શશિ થરુર સુનંદાને તલાક આપીને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર સાથે લગ્ન કરવા માંગતા હતા. સુનંદા પુષ્કરની દોસ્ત પત્રકાર નલિની સિંહે દિલ્હી પોલીસને આપેલ નિવેદન મુજબ સુનંદાના મોતથી એક દિવસ પહેલા ફોન કરીને જણાવ્યુ હતુ કે શશિ તેમને છુટાછેડા આપીને મેહર તરાથી ચોથુ લગ્ન કરવા માંગતા હતા.
મેહર અને શશિન સંબંધ એટલા વધી ગયા કે તેઓ બંને 2014માં લોકસભા ચૂંટણી પછી લગ્ન કરવાના હતા. આ સાથે જ શશિ થરુર અને તેમના સહાયકોના નિવેદન પણ જુદા જુદા છે.

પત્રકાર નલિની સિંહે પોલીસમાં આપેલ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે સુનંદાએ મોતના એક દિવસ પહેલા તેમને ફોન કરીને બધા વિવાદ વિશે જણાવ્યુ હતુ. સાથે જ સુનંદા સિંહે મેહર તરારને એક મેસેજનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમા મેહરે શશિ થરુરને મેસેજ કરીને કહ્યુ હતુ કે હવે તે તેમના વગર રહી નથી શકતી.
શશિ થરુરનાપરિવાર તરફથી તેમને પ્રોત્સાહન મળી રહ્યુ હતુ. આ ઉપરાંત સુનંદાને દુબઈમાં રહેનારા પોતાના મિત્રો દ્વારા જાણ થઈ કે તેના પતિએ જૂન 2013માં પાકિસ્તાન પત્રકાર મેહર તરાર સાથે ત્રણ દિવસ દુબઈમાં વિતાવ્યા હતા. એટલુ જ નહી સુનંદાના મિત્રોએ આ અંગેના પુરાવા પણ તેની સામે રજૂ કર્યા હતા. ત્યારબાદ સંપત્તિમાં વિવાદ વધતો જ ગયો હતો.

બીજી બાજુ સુનંદાના નોકર નારાયણે પણ નોંધાવેલ પોતાના નિવેદનમાં કહ્યુ કે બંનેમાં ખૂબ સમયથી ઝગડો ચાલી રહ્યો હતો. નારાયણે જણાવ્યુ કે તેના ઝગડાનું કારણ મેહર તરાર
હતી જ નહી. પરંતુ તેણે એક અન્ય મહિલાનુ પણ નામ લીધુ. સાથે જ તેણે જણાવ્યુ કે વર્ષ 2013માં જ્યારે સુનંદા અને શશિ થરુર દુબઈ ગયા હતા તો ત્યા પણ તેમની સાથે ગયો હતો. દુબઈમાં પણ બંને વચ્ચે ઝગડો થયો અને ઝગડો એટલો મોટો હતો કે શશિના પગમાં વાગી ગયુ હતુ. જ્યારબાદ તેમની વચ્ચેનો વિવાદ વધતો જ ગયો.

આ ઉપરાંત નોકર નારાયણે જણાવ્યુ કે સુનંદા પોતાની બીમારીનો ઈલાજ તિરુવંતપુરમમાં કરાવી રહી હતી અને સુનંદાના મોતના બે દિવસ પહેલા મતલબ 15 જાન્યુઆરીના રોજ શશિ થરુર અને સુનંદા તિરુવંતપુરમથી દિલ્હી આવી રહ્યા હતા.
આ દરમિયાન બંનેનો ફ્લાઈટમાં પણ ઝગડો થયો અને સુનંદા શશિના બધા ફોન છીનવીને પોતાની પાસે મુકી દીધા. સુનંદા આખા રસ્તે રડતી રહી. જ્યારે તેઓ એયરપોર્ટ પર પહોંચ્યા તો શશિ એક જરૂરી મિટિંગની વાત કહીને તેમને એયરપોર્ટ પર જ છોડીને જતી રહી. જ્યારે કે સુનંદા નારાજ થઈને દિલ્હીના લીલા હોટલ જતી રહી.


આ નિવેદનોથી આ કેસમાં નવો મોડ આવી ગયો છે. જો કે દિલ્હી પોલીસ હજુ તપાસ કરી રહી છે કે આ નિવેદનોમાં કેટલી સચ્ચાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરી 2014ને સુનંદા પુષ્કરની લાશ દિલ્હીના લીલા હોટલમાં મળી હતી.


આ પણ વાંચો :