ભાજપા મંત્રી અબ્બાસ નકવીને દુબઈથી મારી નાખવાની ધમકી મળી
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને કોઈ દુબઈથી કોલ કરીને ધમકી આપી રહ્યુ છે. ધમકી આપનારાઓએ પોતાની ઓળખ ભાઈ(ડોન)ના રૂપમાં આપી છે. નકવીને પહેલા ધમકી 16 ડિસેમ્બરના રોજ મળી જેની ફરિયાદ પણ તેમને નોંધાવી. નકવીને ગૃહ મંત્રાલય અને ગુપ્ત એજંસીને પણ પત્ર લખીને આ વાતની માહિતી આપી.
દિલ્હી પોલીસે પણ આ બબાતની તપાસ કરવાનુ કહેવામાં આવ્યુ છે. અનુમાન લગાવાય રહ્યુ છે કે નકવીને આ ધમકી એક આતંકી સંગઠનના પ્રમુખના રૂપમાં આપવામાં આવી રહી છે. વાતચીતની રેકોર્ડિંગની સીડી તપાસ એજંસીને સોંપવામાં આવી છે. તપાસ પછી ગૃહમંત્રાલયે આ વાતની ખાતરી કરી છે કે નકવીને જે ધમકી મળી છે વાતચીત દરમિયાન ધમકી આપનાર એવુ કહી રહ્યો હતો કે મુસ્લિમ થઈને તેઓ ભાજપા જેવી પાર્ટીમાં ન હોવા જોઈએ.