1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (17:15 IST)

મોદીને મળી મોટી રાહત, રમખાણો પર કેસ નહી ચાલે

P.R
નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણો બાબતે મોટી રાહત મળી છે. એસઆઈટીની ક્લીનચિટ પર કોર્ટે પોતાની મોહર લગાવી દીધી છે. હવે તેના પર રમખાણોનો કેસ નહી ચાલે. જાકિયા જાફરીએ એસઆઈટી રિપોર્ટ પર આંગળી ચીંધી છે.

કોર્ટે જાકિયા જાફરીની અપીલ રદ્દ કરી દીધી. હવે મોદી પર ગુલબર્ગ હિંસાનો કેસ નહી ચાલે. માહિતગારો મુજબ જાફરી હવે હાઈકોર્ટમાં જઈ શકે છે. એવુ કહેવાય છે કે આનાથી મોદીની સ્થિતિ મજબૂત અને કોંગ્રેસની સ્થિતિ નબળી પડશે. ભાજપામાં મોદી વિરોધી જૂથ નબળા પડશે.

2002ના ગુજરાત રમખાણો કેસમાં એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ અને ભાજપાના પ્રધાનમંત્રી ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ ક્લીનચિટ વિરુદ્ધ જકિયા જાફરીની અરજી પર ગુરૂવારે અમદાવાદ મેટ્રોપોલિટ્ન કોર્ટ મુખ્ય નિર્ણય સંભળાવી શકેછે.

અમદવાદની મેટ્રોપોલિટન કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર બનેલ એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. એસઆઈટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પણ રમખાણોમાં માર્યા ગયેલ કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા જકિયા જાફરી ક્લોઝર રિપોર્ટને પડકાર આપ્યો હતો.

તેમની દલીલ છે કે મોદી અને અન્ય લોકો જેમા પોલીસ ઓફિસર અને નેતાનો સમાવેશ છે. તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે પુરતા પુરાવા છે. આ બાબ્તે 2 ડિસેમ્બરના રોજ સુનાવણી પછી કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.