મોદીમાં હિમંત હોય તો દિલ્હીથી ચૂંટણી જીતી બતાવે - ટાઈટલર

ગુજરાત સમાચાર

વેબ દુનિયા|
P.R

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ટાઈટલરે ભાજપાના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. જો કે તેઓએ દલીલો કરતી વખતે પોતાનો સંયમ ગુમાવી બેસ્યા છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે 1984મા દિલ્હીમાં સિખો વિરુદ્ધ થયેલા હુલ્લડોના મુખ્ય આરોપી રહ્યા છે. તેમણે ભાજપાના પીએમ પદન ઉમેદવાર નરેન્દ્ર મોદી પર હુમલો બોલતા કહ્યુ કે જો તેમની અંદર હિમંત હોય તો તેઓ દિલ્હી આવીને તેમની વિરુદ્ધ જીતી બતાવે. ચૂંટણી વાતાવરણના જોશમાં ટાઈટલર અહી સુધી બોલી ગયા કે જો મોદીની સામે તેમને હારવુ પડશે તો તે ફાંસી પર પણ ચઢવા તૈયાર છે. જોશ એટલો હતો કે તેઓ યોગ્ય શબ્દોની પસંદગી કરવાનુ ભૂલી ગયા. તેમણે કહ્યુ, 'જો નરેન્દ્ર મોદીએ પોતાની માં નુ દૂધ પીધુ હોય તો તે યમુના પાર(પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્ર)થી ચૂંટણી લડીને બતાવે. જો હુ તેમના વિરુદ્ધ હારી ગયો તો ફાંસી પર ચઢી જઈશ.'
સિખ રમખાણો પર સફાઈ આપતા તેમને કહ્યુ કે જો તેમના વિરુદ્ધ આરોપ સાબિત થશે તો તે કોંગ્રેસ છોડી દેશે.


આ પણ વાંચો :