1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: રાયપુર , મંગળવાર, 19 જૂન 2007 (17:07 IST)

રાજનાથે નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો

રાયપુર (યુએનઆઇ) 19 જૂન મંગળવાર. ભારતીય જનતા પક્ષ (ભાજપા)ના અધ્યક્ષ રાજનાથ સિંહે ધારાસભ્યોના તીખા પ્રહારોથી ઘેરાયેલા નરેન્દ્ર મોદીની સરકારનો બચાવ કરતાં કહ્યું કે ગુજરાતમાં કાયદાની સ્થિતિ ઘણી સારી છે.

છતીસગઢનાં એક દિવસના પ્રવાસે પર મંગળવારે સિંહે પત્રકારોને કહ્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્‍થાની સ્થિતિ સારી હોવાના કારણે ત્યાં રોકાણ થાય છે અને ત્યાં વિકાસમાં પણ ઝડપ આવી છે. મોદી સરકાર ઘણું સારૂં કાર્ય કરી રહી છે.

ભાજપા અધ્યક્ષે પાર્ટીના ધારાસભ્યો અને એક મંત્રી દ્વારા મોદી પર પ્રહાર કરીને મોદી સરકારને મુશ્કેલીઓમાં મુકવાના પ્રયાસોના સંદર્ભે જણાવ્યું કે પક્ષના ધારાસભ્યોએ સુધરી જવું જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે તેઓના આવા પગલાને સહન કરવામાં નહીં આવે. જેઓએ કંઇ પણ કહેવું હોય તેઓએ પક્ષના ફોરમમાં આવીને પોતાની વાત કહેવી જોઇએ.

ઉલ્‍લેખનીય છે કે સુરતના બાગી ધારાસભ્ય ધીરૂ ગજેરાએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફક્ત નરેન્દ્રમોદી સુરક્ષિત છે જ્યારે પ્રજા ભગવાન ભરોસે છે.