રાજ ઠાકરે માનસિક રૂપથી બિમાર - લાલુ

PTI

મુંબઇમાં રેલવેની પરીક્ષા આપવા આવેલા ઉત્તર ભારતીયો ઉપર આજે મુંબઇમાં નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને વખોડતાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, રાજ ઠાકરે માનસિક રૂપથી બિમાર છે.

મુંબઇમાં બનેલી ઘટના ઘણી જ દુખદ છે એવી હૈયાવરાળ કાઢતાં કેન્દ્રિય રેલવે મંત્રી લાલુપ્રસાદ યાદવે આજે દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની જે રીતે પીટાઇ કરાઇ છે તે ઘણી જ ધ્રુણાસ્પદ છે. રાજ ઠાકરે માનસિક રૂપથી બિમાર છે.

દિલ્હી| વેબ દુનિયા|
  વિદ્યાર્થીઓની જે રીતે પીટાઇ કરાઇ છે તે ઘણી જ ધ્રુણાસ્પદ છે. રાજ ઠાકરે માનસિક રૂપથી બિમાર છે.      
રેલવે મંત્રી લાલુ પ્રસાદ
આ બનાવ અંગે મુખ્યમંત્રી વિલાસરાવ સાથે વાત કરી છે અને તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આર.જે.ડીએ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી છે.


આ પણ વાંચો :