સોનુની જીંદગી સામે હાર

આગ્રા| ભાષા|

આગ્રા શહેરથી 40 કિલોમીટરથી દૂર શમસાબાદનાં લહરા કા પુરા ગામમાં 150 ફુટ ઉંડા બોરવેલમાં પડીને અઢી વર્ષને આજે બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ દિવસ પહેલા બોરવેલમાં પડેલાં સોનુને બચાવી શકાયો નહતો.

ગુરૂવારે બોરવેલમાં પડેલા સોનુને બહાર નીકાળીને શહેરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યો હતો. ડોક્ટરોનાં જણાવ્યા મુજબ તેનું મોત હ્રદય બંધ થવાથી થયું હતું.

સોનુ ગુરૂવારે સવારે 10 વાગે બોરવેલમાં પડ્યો હતો. તે દિવસે સાંજે જ તેનું મોત થયું હશે.
મુખ્યમંત્રી માયાવતીએ સોનુનાં પરિવારજનોને એક લાખ રૂપિયાનાં સહાય આપવાની ઘોષણા કરી છે. તેમજ ફરજમાં બેદરકારીને કારણે બે અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો :