Last Modified: ગુરુવાર, 26 ડિસેમ્બર 2013 (11:50 IST)
2002 ગુજરાત રમખાણમાં મોદીને ક્લિનચિટ પર આજે આવશે નિર્ણય
P.R
2002 ગુજરાતના રમખાણો બાબતે એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ અને ભાજપાના પ્રધાનમંત્રી ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપવામાં આવેલ લ્લીન ચિટ વિરુદ્ધ જકિયા જાફરીની અરજી પર ગુરૂવારે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટ મુખ્ય નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે.
અમદાવાની મેટ્રોપોલિટન કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશ પર બનેલ એસઆઈટીની ક્લોઝર રિપોર્ટ પર પોતાનો નિર્ણય સંભળાવશે. એસઆઈટીએ મોદીને ક્લીન ચિટ આપી હતી. પણ રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા જકિયા જાફરીએ ક્લોઝર રિપોર્ટને પડકાર આપ્યો હતો.
તેમની દલીલ છે કે મોદી અને અન્ય લોકો જેમા પોલીસ ઓફિસર, નોકરશાહી અને નેતાનો સમાવેશ છે. તેમના વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. આ બાબતે 2 ડિસેમ્બરના રોજ સુનાવણી બાદ કોર્ટે નિર્ણય પોતાની પાસે સુરક્ષિત રાખી લીધો હતો.
જકિયાના પતિ અહસાન જાફરીનો એ 68 લોકોમાં સમાવેશ થાય છે, જેમની 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ બાબતની તપાસ માટે સીબીઆઈ ડાયરેક્ટર આર.કે. રાઘવનના નેતૃત્વમાં એસઆઈટી બનાવી હતી. તેમણે વર્ષ 2011ના રોજ સોંપેલ પોતાના રિપોર્ટમાં કહ્યુ હતુ કે મોદીને આરોપી બનાવવા માટે પૂરતા પુરાવા નથી. જકિયા જાફરીએ એસઆઈટીની રિપોર્ટને પડકાર આપતા અરજી દાખાલ કરી હતી, જેના પર ચાલે પાંચ મહીનાની સુનાવણી બાદ આજે કોર્ટનો મુખ્ય નિર્ણય આવી શકે છે. બીજેપીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે આજનો દિવસ ખાસ છે. જો કોર્ટે એસઆઈટીના રિપોર્ટને સ્વીકાર કર્યો તો બીજેપીના પીએમ પદના ઉમેદવાર મોદી માટે મોટી રાહત રહેશે.