શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 24 ઑક્ટોબર 2016 (14:51 IST)

યુપી રાજનીતિ - બેઠકમાંં બોલ્યા મુલાયમ - હુ હજુ કમજોર થયો નથી

- મુલાયમે શિવપાલનો બચાવ કર્યો 
- અંસારીનો સન્માનિત પરિવાર છે. પાર્ટી માટે ખૂબ સંઘર્ષ કર્યો છે - મુલાયમ 
- મુખ્તારના વિલયના બચાવમાં પરિવાર 
- હુ હજુ કમજોર થયો નથી - મુલાયમ 
 - શિવપાલ યાદવ બોલ્યા - પુત્રના સમ ખાઈને કહ્યુ છુ, અખિલેશે જુદી પાર્ટી બનાવવનુ કહ્યુ હતુ. 
-મુલાયમ સિંહ યાદવ સીએમ બને - શિવપાલ યાદવ   

નિર્ણયો લેવામાં આવ્યા. દબરખાસ્ત અને બહાર કરવાનો સમય ચાલ્યો. હવે સોમવારનો દિવસ પણ હંગામાથી ભરપૂર રહે તેવી શક્યતા છે. રવિવારે ચુપ બેસેલા સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે સોમવારે મોટી બેઠક બોલાવી છે. બેઠક પહેલા શિવપાલ યાદવ મુલાયમ સિંહના રહેઠાણ પર પહોંચ્યા નએ ત્યારબાદ પાર્ટી ઓફિસ પહોંચી ગયા છે. 
 
 
બેઠક પહેલા શિવપાલ અને અખિલેશના સમર્થક પાર્ટીના ઓફિસમાં એકત્ર થઈ રહ્યા છે. બંને બાજુથી સમર્થક નારેબાજી કરી રહ્યા છે. આ દરમિયાન હંગામો થવાના સમાચાર પણ આવી રહ્યા છે. સૂત્રોનુ માનીએ તો અખિલેશ યાદવને પાર્ટીમાંથી બહાર કરવામાં આવી શકે છે. 
 
આ સમગ્ર ઘટનાક્રમ પર પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ નરેશ અગ્રવાલે કહ્યુ કે જે પણ થઈ રહ્યુ છે પાર્ટીને તેની મોટી કિમંત ચુકવવી પડશે. રામગોપાલને હટાવવા દુર્ભાગ્યપૂર્ણ છે. તે બીજેપીને નથી મળી શકતા. નેતાજી અને મુખ્યમંત્રીએ બેસીને તેના પર સમાધાન કાઢવુ જોઈએ. કેટલાક બહારી લોકો પાર્ટી અને પરિવારમાં આગ લગાવવાનુ કામ કરી રહ્યા છે. દરેક જાણે છે કે આ કોણ કરી રહ્યુ છે. અમે પાર્ટી અને પરિવારને એક સાથે કરવાની કોશિશ કરીશુ. 
 
રવિવારે થયેલ બેઠકમાં મુલાયમ સિંહે કોઈ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યુ કે આજે કશુ નહી કહુ. આવતીકાલે બેઠક પછી બોલીશ. જે પૂછવુ હોય તે પૂછી લેજો. મતલબ સોમવારે મુલાયમ સમગ્ર મામલા પર પોતાનુ નિવેદન આપી શકે છે. આ મુખ્ય બેઠકમાં બધા મંત્રી, ધારાસભ્ય  સાંસદ એમએલસી સામેલ થશે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ આ બેઠકનો ભાગ બનશે. 
 
પાર્ટીની પરિસ્થિતિ પર ભાવુક થયા મુલાયમ 
 
સપામાં મચેલી ધમાસન પર મુલાયમ સિંહ યાદવે ચુપ્પી તોડી છે. તેમણે પાર્ટીની વર્તમાન હાલત પર ભાવુક થતા ચિંતા બતાવી. નારાજગી જાહેર કરતા મુલાયમે કહ્યુ કે જ્યારે હુ રામગોપાલને મળવા માંગી રહ્યો હતો તો તેઓ સમય આપીને બહાર જતા રહ્યા. પોતાના રહેઠાણ પર થયેલ આ બેઠકમાં અખિલેશ દ્વારા કાઢવામાં આવેલ લોકોને જોઈને મુલાયમે મજાકમાં કહ્યુ કે શુ આ શહીદોની બેઠક થઈ ? 
 
રામગોપાલને પાર્ટીમાંથી બહાર કાઢ્યા 
 
રવિવારે મુલાયમ સિંહ યાદવે એક ભાઈએ બીજા ભાઈને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. પાર્ટી અધ્યક્ષ શિવપાલ યાદવે રામગોપાલ યાદવ પર તમામ પાર્ટી વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવતા પાર્ટીમાંથી 6 વર્ષ માટે બહાર કરી નાખ્યા છે. આ સાથે જ તેમને પાર્ટીના તમામ પદો પરથી હટાવી દીધા છે.  બીજી બાજુ સૂત્રોનુ માનીએ તો રામગોપાલ પર કાર્યવાહીથી અખિલેશ યાદવ નારાજ થઈ ગયા છે અને તેઓ સતત રામગોપાલના સંપર્કમાં છે.