1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બરવાલા , ગુરુવાર, 20 નવેમ્બર 2014 (12:23 IST)

પંજાબ હરિયાણામાં રામપાલની જામીન રદ્દ..જાણો કેવી રીતે પકડાયો રામપાલ

કોર્ટમાં રજુ ન થઈને પોલીસ સરકાર માટે પડકાર બની ગયેલ બાબા રામપાલ છેવટે બુધવારે રાત્રે પોલીસની પકડમાં આવી જ ગયો. હિસારના બરવાલા સ્થિત સતલોક આશ્રમને ઘેરીને લગભગ 60 કલાક પછી સીઆરપીએફ રાજ્ય પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના 45 હજાર જવાનોની મહેનત રંગ લાવી અને બાબાની ધરપકડ કરી લીધી. 
 
ખાસ વાત એ છે કે બીમારીનુ બહાનુ બનાવીને છુપાઈને બેસેલા રામપાલની જ્યારે પોલીસે ડોક્ટરી તપાસ કરાવી તો તે એકદમ ફિટ નીકળ્યો. પોલીસે રામપાલના ભાઈ. પરિવારના સભ્યો પ્રવક્તાઓ અને આશ્રમ પ્રબંધક કમિટીના અનેક પદાધિકારીઓની પહેલા જ ધરપકડ કરી લીધી હતી.  પોલીસ આજે કોર્ટમાં રજુ કરશે. 
 
ઉલ્લેખનીય છેકે આ સમગ્ર કાર્યવાહીમાં છ લોકોના મોત થઈ ચુક્યા હતા. તેમાથી એક દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ છે.  
 
મહિલાએ દુરાચારનો આરોપ લગાવ્યો - એક છાપામા છપાયેલ રિપોર્ટ મુજબ આશ્રમની બહાર આવેલ એક મહિલાએ જણાવ્યુ કે છેલ્લા અનેક દિવસોથી તેની સાથે દુરાચાર થઈ રહ્યો હતો.  મહિલાએ જણાવ્યુ કે તે પોતાના પતિ અને બાળક સાથે અહી આવી હતી. સાત દિવસથી આશ્રમમાં જ હતી. છેલ્લા પાંચ દિવસથી તેના પતિ સાથે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. 
 
ફાંસી કે ઉમરકેદ શક્ય 
 
સંત રામપાલ અને તેના પ્રવકતા આશ્રમના પ્રબંધક કમિટી અને અનુયાયીઓ પર રાજદ્રોહ અને હત્યા પ્રયાસ ઉપરાંત 19 ધારાઓના હેઠળ કેસ નોંધાયેલ છે. આ સંગીન ધારાઓ બાબતે મામલા સાબિત થતા રામપાલને ફાંસી કે ઉમરકેદ થઈ શકે છે. 
 
કેવી રીતે પકડાયો રામપાલ 
 
- પોલીસે બુધવારે આખો દિવસ રામપાલના શિષ્યોને આશ્રમમાંથી કાઢવા અને તેમને બસોમાં ભરીને હિસાર બરવાલા અને ઉકલાના રેલવે સ્ટેશનો અને બસ સ્ટોપ પર છોડવામાં લાગી હતી. આ ઉપરાંત કેટલાય લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. 
 
- બુધવારે સાંજે હિસારના એસપી બી સતીશ બાલને પોલીસને પાછળ હટાવીને સીઆરપીએફ અને આરપીએફના જવાનોને સૌથી આગળ ગોઠવી દીધા. પોલીસ ઓપરેશનના અંતિમ ચરણ માટે રાહ જોવા લાગી. સીઆરપીએફ આરપીએફે સુરક્ષા ઘેરો બનાવ્યો. 
 
- રામપાલની ધરપકડની ભૂમિકા રાજ્યના બે સાંસદોએ તૈયાર કરી. ભાજપાના ટોહાનાથી એમએલએ સુભાષ બરાલા અને કલાયતથી વિપક્ષ ધારાસભ્ય જયપ્રકાશ આખોદિવસ રણનીતિ બનાવી રહ્યા હતા. તેમણે રામપાલ સાથે સંપર્ક સાધ્યો. એક બાજુ જ્યા પોલીસ પોતાની રણનીતિ હેઠળ રામપાલ સમર્થકોને આશ્રમ અને આસપાસથી કાઢી રહી હતી ત્યા બીજી બાજુ સાંજ થતા રામપાલના બંને ધારાસભ્યો ધરપકડ માટે તૈયાર થઈ ગયા. મોડી સાંજે એક એંબુલેંસ આશ્રમ ગેટ પર આવીને રોકાઈ. રામપાલ આશ્રમમાંથી બહાર આવીને તેમા બેસી ગયા. 
 
બાબા વિરુદ્ધ બિન જામીની વોરંટ કેમ ? 12 જુલાઈ 2008 ના રોજ હરિયાણાના રોહતકના કરૌથામાં બાબા રામપાલ દ્વારા સંચાલિત સતલોક આશ્રમની બહાર જમા ભીડ પર થયેલ ફાયરિંગમાં ઈજ્જરથી એક યુવકનુ મોત થઈ ગયુ હતુ. મૃતકના ભાઈનુ કહેવુ હતુ કે ગોળી આશ્રમમાંથી ચાલી હતી.  આ બાબતે બાબા રામપાલ અને તેમના 37 સમર્થકો વિરુદ્ધ કેસ નોંધાયેલ છે. કરૌથા સ્થિત સતલોક આશ્રમના સ્થાનીય ગ્રામીણ વિરોધ કરી રહી હત્યા.  આ મુદા પર 12 મે 2013ના રોજ કરૌથામાં પોલીસ અને ગ્રામીણો વચ્ચેના સંઘર્ષમાં 3 લોકોના મોત થયા હતા.  14 મે 2013ના રોજ પોલીસે આશ્રમ ખાલી કરાવ્યો. સંત રામપાલ બરવાલા સ્થિત આશ્રમમાં ચાલ્યા ગયા.  કરૌથા આશ્રમના પ્રશાસને  કબજામાં લીધુ.  આ બાબતને લઈને બાબા રામપાલ અને તેના શિષ્યો વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.  રજુ થવાની છૂટ પુરી થતા હિસાર કોર્ટમાં 14 મે 2014ના રોજ બાબા રામપાલની વીડિયો કોંન્ફ્રેસિંગ દ્વારા રજુઆત થઈ. સુનાવણી ના દિવસે સમર્થકોએ કોર્ટમાં ઘુસીને બબાલ કરી. વકીલો સાથે મારઝૂડ કરી. જજો વિરુદ્ધ નારેબાજી કરી. હાઈકોર્ટે આની નોંધ લીધી અને બાબાને રજુ થવાનો આદેશ આપી દીધો.  અનેક સુનાવણી છતા બાબા રજુ ન થયા તો કોર્ટે રામપાલ અને તેના શિષ્યો તેમજ સેવા સમિતિના અધ્યક્ષ રામકુમાર ઢાકા વિરુદ્ધ બિન જામીની વોરંટ રજુ કર્યુ.