1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (14:41 IST)

PM નરેન્દ્ર મોદીની બિહારની 'સિલ્ક સિટી' ભાગલપુરમાં પરિવર્તન રેલી live

- બિહાર માટે માંગ કરો છો... જે મળે છે તેનો ઉપયોગ નથી કરી શકતા. કેવી રીતે બિહારનો વિકાસ થશે  
 
- મેદાનમાં ભાગદોડ થઈ એ સમયે માંઝી સીએમ હતા. મે તરત ફોન કર્યો અને કહ્યુ કે હુ જે મદદ કરી શકુ છુ કરીશ. જ્યારે અમે બિહારને ભૂલ્યા જ નથી તો યાદ કરવાનો સવાલ જ નથી ઉઠતો. 
 
- આટલુ જ નહી ગયા વર્ષે અમારી સરકાર નવી નવી બની હતી અને નેપાળમાં કોસી નદી ઉપર એક પહાડ ધસી પડ્યો. નદી બંધ થઈ ગઈ. લાગ્યુ કે નદીને કારણે બિહાર ફરી બરબાદ થઈ જશે. અમે તરત એનડીએમસીના લોકોને રાહત માટે મોકલી આપ્યા. આજે હુ નતમસ્તક થઈને કહ્યુ છુ કે પહેલાથી જાગવાને કારણે બિહારને ડૂબવાથી બચાવી શકાય. 
 
- ટોંટ મારવામાં આવ્યો કે મોદીજીએ 14 મહિના પછી બિહારની યાદ આવી.  જેમને સાચુ બોલવાની આદત નથી તેમને માટે મને આ વાત બતાડવી જરૂરી નથી લાગતી. મારે બિહારની જનતાને હિસાબ આપવાનો છે. જ્યારે નેપાળમાં ભૂકંપ આવ્યો અને મને લાગ્યુ કે તેની અસર બિહારમાં થશે. હુ પહેલો એવો માણસ હતો જેણે સીએમને ફોન કરીને હાલચાલ પૂછ્યા.  મે બિહારના દરેક જીલ્લામાં ફોન કર્યો. એનડીએના નેતાઓને ફોન કર્યો. મે મારા નેતાઓને બિહારના દરેક જીલ્લામાં મોકલ્યા. 
 
- પૈસાની કમી નથી. ભારત સરકારે બિહાર સરકારને જે પૈસા આપ્યા હતા તેમાથી 521 કરોડ રૂપિયા ખર્ચ ન કરી શક્યા. પૈસા હોવા છતા કામ ન થાય આવી સરકારને હટાવવી જોઈએ કે નહી. 

 -ભારત સરકાર અને રાજ્યો વચ્ચે ધનની વહેંચણી કેવી હોય તેનો નિર્ણય કરવા માટે ફાયનેંસ કમિશન હોય છે. 14મુ ફાઈનેંસ કમિશનના હિસાબથી બિહારને પાંચ વર્ષથી કેન્દ્રથી 3 લાખ 74 હજાર કરોડ રૂપિયા મળવાના છે.  આ મારા પેકેજથી અલગ છે. હુ તો જાનુ છુ કે દિલ્હી સરકાર અને રાજ્યો વચ્ચે વિકાસની પ્રતિસ્પર્ધા હોવી જોઈએ.  જનતા સાથે દગો કરવાની ટેવ કેટલાક લોકોની જતી નથી. 
 
-25 વર્ષ સુધી જેમણે જાતિવાદનુ ઝેર ફેલાવ્યુ. તો મજબૂરીથી અમારે પેકેજ લઈને આવવુ પડ્યુ. તેમણે પણ મજબૂરીથી વિકાસના રસ્તે આવવુ પડ્યુ.  સૌથી બુદ્ધિમાન લોકો બિહારની ધરતી પર છે. સત્તાના લોકો સમજી લે કે તમે બિહારના લોકોને મૂર્ખ નથી બનાવી શકતા. 
 
- 5 વર્ષમાં બિહારને કેન્દ્ર તરફથી 3લાખ 74 હજાર કરોડ મળવાના છે આટલા પેકેજ આવવાના છે અને તમે 2.70 લાખ કરોડની રકમ ખર્ચ કરવની વાત કરો છો. 1 લાખ 6 હજાર કરોડ રૂપિયા જશે  ક્યા. આ બિહારના લોકોની આખોમાં ધૂળ નાખવા જેવુ છે

-  હુ વિચારી રહ્યો હતો કે ગાંધી મેદાનમાં એકથી એક લોકો બેસ્યા હતા. મને લાગતુ હતુ કે તેઓ બિહારના ભવિષ્ય વિશે બતાવશે. એ સભામાં આ વિશે કોઈ ચર્ચા થઈ નહી કે બિહારને કેવી રીતે આગળ લઈ જવામાં આવે. બિહારના નૌજવાન તો મોદી મોદી કરે છે. ગાંધી મેદાનમાં એ લોકો પણ મોદી મોદી કરતા જોવા મળ્યા. જ્યારે મે આરામાં એક લાખ 25 હજાર કરોડનુ પેકેજ જાહેર કર્યુ. કુલ મળીને બિહારને દિલ્હી સરકારના ખજાનામાંથી 1 લાખ 65 હજાર કરોડ જાહેર કર્યા. બે ત્રણ દિવસ સુધી પેકેજની મજાક ઉડાવતા રહ્યા પણ બિહારની જનતાના ગળે ઉતારી ન શક્યા. 
 
-  અહી પરમ દિવસની તેમની રેલી રામમનોહર લોહિયા જય પ્રકાશ નારાયણ કર્પુરી ઠાકુરીને તિલાંજલિ આપનારી સભા હતા.   જ એમણે આ ત્રણેયને તિલાંજલિ આપી તેમની ચૂંટણીમાં બટન દબાવીને તિલાંજલિ કરવાનો સમય આવી ગયો છે. 
 
- બે દિવસ પહેલા પટનાના ગાંધી મેદાનમાં એક તિલાંજલિ સભા થઈ. આ રેલીમાં તેમના ચેલાઓએ જેપી, લોહિયા જેવા નેતાઓના આદર્શોને તિલાંજલિ આપી દીધી 
 
- પાંચ વર્ષ પછી જ્યારે ફરીથી વોટ માંગવા આવીશ તો એક એક પૈસાનો હિસાબ આપીશ. ક્ષણ ક્ષણનો હિસાબ આપીશ. એ બતાવો કે આ ચૂંટણી વિધાનસભા માટે છે કે નહી. બિહારની સરકાર બનાવવા માટે છે કે નહી.  25 વર્ષોથી જે લોકોએ બિહારમાં રાજ કર્યુ તેમણે પોતાના કામનો હિસાબ આપવો જોઈએ કે નહી. 
 
- હવે આ વિજય યાત્રાને કોઈ રોકી નથી શકતુ. કેટલો પણ ભ્રમ ફેલાવવામાં આવે. કેટલુ પણ ખોટુ બોલવામાં આવે. પણ હવે બિહારની જનતા વિકાસશીલ અને રોજગાર આપનારુ બિહાર બનાવવા માટે અહીના લોકો વોટ કરવાનાં છે.

- કેટલુ પણ ખોટુ બોલવામાં આવે.. કેટલો પણ દગો આપવામાં આવે પણ લોકો એક પ્રગતિશીલ બિહાર બનાવવા માટે.. માતા બહેનોની રક્ષા કરનારુ બિહાર બનાવવા માટે.. ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે આ વખતે બિહારના લોકો વોટ આપશે. 
 
- બિહારના લોકો બતાવી દેશે કે તેમનો  મિજાજ્શુ છે. બિહારના લોકોએ વિકાસ માટે વિધાનસભામાં વોટિંગ કરવાની શપથ લીધી છે. 
 
- મોદીએ મેદાનમાં બાંધેલા તંબુના થાંભલા પર જઈને બેસેલા લોકોને સુરક્ષાની દ્રષ્ટિએ નીચે ઉતરી જવાની વિનંતી કરી 
 

 
 
-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે બિહારની   'સિલ્ક સિટી' ભાગલપુરમાં પરિવર્તન રેલીને સંબોધિત કરશે. તેમના આગમનને લઈને ભાગલપુરના હવાઈ મથક મેદાન પુર્ણ રીતે તૈયાર છે.  આખા શહેરમાં સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. રેલીમાં ભાગ લેવા માટે લોકો સવારથી જ હવાઈમથક મેદાન પર પહોંચી રહ્યા છે. રેલીના સંયોજક અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શાહનવાજ હુસૈને રેલીમાં લાખો લોકો જોડાવવાનો દાવો પણ કર્યો છે. તેમણે કહ્યુ કે આ બિહારની અત્યાર સુધીની સૌથી મોટી રેલી હશ્સે. હવાઈમથક મેદાન પર બે મંચ બનાવવામાં આવ્યા છે. 
 
શાહનવાજ મુજબ આ રેલીમાં ભાજપાના અનેક કેન્દ્રીય મંત્રી સહિત રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (રાજગ)ના મુખ્ય નેતા હાજર રહેશે. મોદીની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બિહારમાં મુજફ્ફરપુર, ગયા અને સહરસા પછી આ ચોથી પરિવર્તન રેલી રહેશે. 
 
ભાગલપુરનું હવાઈમથક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિવર્તન રેલી માટે સજીને તૈયાર છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રધાનમંત્રી મંગળવારે રેલીને સંબોધિત કરશે. તેઓ લગભગ દોઢ વાગ્યે અહી પહોંચશે અને એક કલાક સુધી રહેશે.  વિધાનસભા ચૂંટણીને લઈને પ્રધાનમંત્રીની આ યાત્રા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેઓ રેલીના મંચ પર બિહાર માટે અનેક મોટી જાહેરાતો કરી શકે છે. 
 
આમ તો લોકોને અને સ્થાનીક ભાજપા નેતાઓને ડીઆરએમ કાર્યાલય, હવાઈ સેવા, એમ્સ, સિલ્ક ઉદ્યોગની જાહેરાતની આશા છે. મોટી યોજનાઓ માટે રકમ આપવાની શક્યતા બતાવાય રહી છે. એ પણ બતાવાય રહ્યુ છે કે રવિવારે પટનામાં થયેલ ગઠબંધનની રેલીનો જવાબ પણ પ્રધાનમંત્રી આ રેલીમાં આપશે. રેલીને ઐતિહાસિક બનાવવા માટે ભાજપાએ પુરી તાકત લગાવી છે. પૂર્વ બિહારમાં પ્રધાનમંત્રીની પ્રથમ રેલી છે.