શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (13:16 IST)

જમ્મુ કાશ્મીરના નગરોટામાં આર્મી યૂનિટ પર ફિદાયીન હુમલો, 2 જવાન શહીદ, 4 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના નગરોટામાં સેનાના કૈપ અને સાંબાના રામગઢ સ્થિત છન્ની ફતવાલ પોસ્ટ પર મંગળવારે આતંકી હુમલો થયો છે. સાંબા સેક્ટરમાં ચાલી રહેલ મુઠભેડમાં હાલ 4 આતંકવાદી માર્યા ગયા છે. નગરોટાના સોળ કોર મુખ્યાલય નિકટ સેનાની 166 મીડિયમ આર્ટીલરી રેજીમેંટ પર થયેલ ફિદાયીન હુમલામાં સેનાના 2 જવાન શહીદ થઈ ગયા છે. સૂત્રોના મુજબ વિસ્તારમાં 3 થી 4 આતંકવાદીઓ સંતાયા હોવાની આશંકા છે. સવારે લગભગ 5.40 વાગ્યે આતંકવાદીઓએ આર્મીની 16મીએ કોરના હેડક્વાર્ટર પર હુમલો કર્યો. તેમા બે જવાન ઘાયલ થઈ ગયા છે.  આતંકવાદીઓએ કેમ્પમાં ઘુસવાની કોશિશ પણ કરી. પણ તેઓ સફળ રહ્યા નહી. જવાન ફાયરિંગનો વળતો જવાબ આપી રહ્યા છે. એવુ કહેવાય રહ્યુ છે કે આતંકવાદીઓની સંખ્યા 3-4 છે. બીજો હુમલો બીએસએફના જવાનો પર સાંબા સેક્ટરમાં થયો. આર્મીએ વિસ્તારને ઘેરી લીધી છે અને શાળામાં રજા આપી દીધી છે. 
 
આ સમાચાર મળતા જ સેનાની સ્પેશ્યલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને જમ્મુથી કટરા સુધી જનારા સમગ્ર રસ્તાને બંધ કરી દીધો છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અથડામણમાં બે જવાનને ઇજા થઇ છે અને જેમાં એકની હાલત ગંભીર છે. ત્રાસવાદીઓએ હુમલો કરતા નગરોટામાં પુલ પણ બંધ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. મળતા અહેવાલ મુજબ ત્રાસવાદીઓએ સેનાની ટુકડી ઉપર પહેલા ગ્રેનેડો ફેંકયા હતા અને ત્યાર પછી ફાયરીંગ શરૂ કર્યુ હતુ.
 
આજે સવારે 5.30  કલાકે આ હુમલો થયો હતો. ટીવી રિપોર્ટ મુજબ આ હુમલામા 2 થી 3 ત્રાસવાદીઓ સામેલ છે. સલામતી દળો તરફથી ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ ફિદાઇન હુમલામાં ત્રાસવાદીઓ શ્રીનગર તરફથી આવ્યા હતા. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કરી સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો છે. ત્રાસવાદીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાનુ કહેવાય છે. ત્રાસવાદીઓ એક ટયુબવેલ પંપ હાઉસ પાછળ છુપાયા છે અને ત્યાંથી ફાયરીંગ કરી રહ્યા છે.