મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: તિરુવનંતપુરમ. , શનિવાર, 20 ઑગસ્ટ 2016 (15:22 IST)

કેરલ - વૃદ્ધ મહિલા પર 50 કૂતરાઓએ હુમલો કર્યો, લગભગ અડધી સ્ત્રી ખાઈ ગયા, મોત

એક ખૂબ જ દર્દનાક ઘટનામાં એક 65 વર્ષની વૃદ્ધ સ્ત્રી પર કૂતરાઓએ હુમલો કર્યો અને તેને અડધીથી વધુ ખાઈ પણ ગયા. શુક્રવારે રાત્રે રાજ્ય સચિવાલયથી 10 કિલોમીટરના અંતર પર આ ઘટના થઈ. મહિલા પર 50 કુતરાને હુમલો કર્યો. દુર્ઘટના રાત્રે 9 વાગ્યે થઈ. જ્યારે વૃદ્ધ મહિલા ટૉયલેટ વાપરવા જઈ રહી હતી. 
 
શીલૂઅમ્મા નામની આ વડીલ મહિલાને મેડિકલ કૉલેજ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યા તેમની મોત થઈ ગઈ. ક્રોધિત સંબંધીઓ અને વિસ્તારના લોકોને આ ઘટના માટે શહેરના પ્રશાસનને જવાબદાર ઠેરવ્યો. 
 
પુલ્લુવિલ્લાના ક્રોધિત નિવાસીઓએ કહ્યુ - અમે હવે ધીરજ ગુમાવી ચુક્યા છે. સરકાર કૂતરાને ન મારવાના કાયદાને લઈને જ લટકી રહી છે. શુ અમે આ કૂતરાથી પણ બદતર છીએ ? જે સમયે મહિલા પર આ કૂતરા હુમલો કરી ચુક્યા હતા એ સમયે તેમનુ પુત્ર પોતાની માને શોધતો ત્યા આવી પહોંચ્યો. ખુદને કૂતરાથી બચાવવા માટે તે સમુદ્રમાં કૂદી પડ્યો. શીલૂઅમ્માના મોતના એકાદ કલાક પછી જ 50 વર્ષના એક અન્ય વ્યક્તિ ડેઝી પણ કૂતરાના હુમલાનો શિકાર થયો.  આ ઘટના નિકટના જ એક લોકેલિટીમાં બની.