લોકોને ઠંડીમાં કડક ચા ભાવે છે પણ કડક ચા થી અમીરોનુ મોઢુ બગડી જાય છે - પીએમ મોદી

ગાજીપુર.| Last Updated: સોમવાર, 14 નવેમ્બર 2016 (13:16 IST)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં આયોજીત સભાને સંબોધિત કરવા માટે પોતાના નિર્ધારિત સમયથી 10 મિનિટ પહેલા સવારે લગભગ પોણા 11 વાગ્યે જ વારાણસીના બાબતપુર સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પહોંચ્યા અને અહીથી સેનાના હેલીકોપ્ટરથી ગાજીપુર માટે રવાના થઈ ગયા.

PM મોદી હેલીકોપ્ટરથી ગાજીપુર માટે રવાના


- તમે ઉભા થઈને તાળી સાથે મને આશીર્વાદ આપો. તમારો આશીર્વાદ છે તેથી જ મે આટલી મોટી લડાઈ શરૂ કરી છે.
- અમે ટ્રેનનુ નમ શબ્દભેદી અને મહામના નામ આપ્યુ છે. તેમા ઈતિહાસની ઝલક મળે છે. અત્યાર સુધી એક જ પરિવારના નામ પર ટ્રેન બનતી હતી.
- કોંગ્રેસના નેતા પૂછી રહ્યા છે કે કયા કાયદા હેઠળ 1000 અને 500ના નોટ બંધ કર્યા તો મે પણ ક્યારેય કોંગ્રેસને નથી પૂછ્યુ કે તમે 25 પૈસા કેમ બંધ કર્યા. તમે તમારા હિસાબે બંધ કર્યા મે મારા હિસાબથી
- આતંકવાદ ઉગ્રવાદ અને નક્સલવાદથી લડાઈ લડવા માટે નકલી નોટોનુ નેટવર્ક સમાપ્ત થઈ જવુ જોઈએ કે નહી.. જો નોટબંધી નહી થઈ તો આ નકલી નોટોનો વેપાર પણ નથી રોકી શકાતો.
- માતાઓ અને બહેનોને હુ વચન આપુ છુ કે તેમની બચત પર કોઈ આંચ નહી આવે. તમારી પાસે અઢી લાખ રૂપિયા પણ છે તો એ પૈસાને બેંકમાં જમા કરાવી શકો છો. અઢી લાખ સુધી જમા થતા મહિલાઓને કોઈ પ્રશ્ન નહી પૂછવામાં આવે.
- હા અઢી કરોડવાળાની ખેર નથી. પથારી નીચે નોટ મુકનારાઓને પણ નહી છોડૂ.
- કચરાપેટીમં નોટ ફેંકી રહ્યા છે લોકો.. ગંગામાં નોટ વહેવડાવી દેવાથી પાપ નહી ધોવાય

સૂત્રોએ કહ્યુ કે હવાઈ મથક પર વારાણસીના મહાપોર રામગોપાલ મોહલે, મંડળાયુક્ત નિતિન રમેશ ગોકર્ણ, જિલાધિકારી યોગેશ્વર રામ મિશ્ર, વારાણસી પરિક્ષેત્રના પોલીસ ઉપ મહાનિરીક્ષક વિજય ભૂષણ અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક નિતિન તિવારીએ તેનુ સ્વાગત કર્યુ. ત્યારબાદ નરેન્દ્ર મોદી હેલીકોપ્ટર દ્વારા ગાજીપુર રવાના થઈ ગયા.

PM મોદીએ લોકોને સંબોધિત કરતા કહ્યુ

- ગાજીપુર વીરોની ધરતી છે
- કેદ્રમાં અમારી સરકાર ના હોય તો કાળાધનવાળા ચેનની સૂઈ રહેતા.
- ગરીબે ચેનથી સૂઈ રહ્યો છે
- નોટબંદીથી કાળાધનવાળા ઉંઘની ગોળીઓ ખાઈ રહ્યા છે.

- માયાવતી પર પરોક્ષ નિશાન સાધતા મોદીએ કહ્યુ કે યૂપી લોકો નોટોની મોટી મોટી માળાઓ પહેરાવતા હતા. તેમનુ મોઢુ પણ નહોતુ દેખાતુ.
- નોટબંદીથી ભ્રષ્ટાચાર તો દૂર કરી રહ્યો છુ. તેનાથી લોકોને થઈ રહેલ તકલીફની મને પણ પીડા છે.
- નોટૅબંધીથી રાજનીતિક દળ પરેશાન છે.
- ઈમાનદારીના નામ પર દેશની જનતાને ગુમરાહ કરનારા નેતાઓને કહેવા માંગુ છુ કે સાર્વજનિક રૂપથી બતાવો કે કાળુનાણુ, ભ્રષ્ટાચાર દૂર થવા જોઈએ કે નહી
- જનતાને ચિંતા કરનારી કોંગ્રેસ મને એ બતાવતા હાસ્યાસ્પદ લાગે છે. તમે તો 19 મહિના કટોકટી લગાવીને આખા દેશના જેલખાન બનાવી દીધુ હતુ.
- કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ કટોકટીના નામ પર લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા.
- કટોકટી લગાવનારા લોકોની વાત કરી રહ્યા છે.
- બેઈમાનીનો સામનો કરવા માટે નોટબંદી એકમાત્ર ઉપાય છેઆ પણ વાંચો :