1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ગુરુવાર, 21 ઑગસ્ટ 2008 (21:03 IST)

સોરેનને કોંગ્રેસ, લાલુનો ટેકો !

રાંચી. ઝારખંડનાં મુખ્યમંત્રી બનવા રાહ જોઈ રહેલાં શીબુ સોરેન માટે અડચણો દૂર થઈ રહી છે. કોંગ્રેસ સોરેનને ટેકો આપવાની જાહેરાત કરી છે. મધુ કોડાનાં પ્રયત્નો છતાં યુપીએનાં ઘટક એવી કોંગ્રેસે સોરેનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.

કોંગ્રેસના સચિવ અબ્દુલ માનને કહ્યું હતું કે અમે સોરેનની સાથે છીએ. અને, અમે તેમને મુખ્યમંત્રી બનાવવાનાં પ્રયત્નો કરીશું. રાજ્યપાલનાં કહેવા પર અમે સોરેનની સાથે ઉભા થઈ જઈશું.

સોરેન પણ પુરા આત્મવિશ્વાસમાં જણાય છે. ભાજપનાં બે સસ્પેન્ડેડ ધારાસભ્યો વિષ્ણુ ભૈયા અને મનોહર ટેકરીવાલે પણ સોરેનને ટેકો આપ્યો છે. આ બંનેને બાબુલાલ મંરાડીના પક્ષમાં રહેવા બદલ પાર્ટીમાં દૂર કરી દેવાયા હતાં.

સોરેન માટે શરૂઆતમાં સત્તાની ખુરશી દૂર હતી. પણ કોંગ્રેસને નારાજ સોરેન મોંઘા પડે તેવા હતાં. તેથી તેમને મનાવવા માટે ટેકો જાહેર કર્યો હતો.

તો મધુ કોડાને કોંગ્રેસનાં ટેકા અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું ગઠબંધન સરકારમાં છું. અને, હું ખુબ જલ્દીથી આ પ્રવાહી સ્થિતિ ઉકેલાય તેના પક્ષમાં છું.