શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2013 (10:01 IST)

અમિતાભ ફરી એકવાર ખુશ્બુ ગુજરાત કી..ના શૂટિંગ માટે ગુજરાતમાં

P.R


કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થયો છે, જે 31 માર્ચ સુધી ચાલશે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું સૂત્ર બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા ખૂશ્બુ ગુજરાત કી જાહેરખબરથી પ્રચલિત થઇ છે. બિગ બી તરીકે ઓળખાતા આ અભિનેતાના પ્રચાર-પ્રસારને કારણે ગુજરાતમાં પ્રવાસનને વેગ મળ્યો છે. તેઓ ફરીથી ખૂશ્બુ ગુજરાતના શૂટિંગ માટે ગુજરાત આવી રહ્યા છે.

સૂત્રોએ કહ્યું કે આ વખતે તેઓ જૈનોના તીર્થધામ પાલિતાણા, પવિત્ર યાત્રાધામ પાવાગઢ, પારસીઓ માટે મહત્વના સ્થાન ઉદવાડા અને શિખોના ધર્મગુરુ ગુરુનાનક જ્યાં કચ્છમાં રહ્યા હતા તે લખપત ખાતે આવેલ ગુરુદ્વારા સાહિબના શૂટીંગમાં ભાગ લેશે. 11 દિવસ સુધી આ શૂટીંગનો કાર્યક્રમ યોજાશે જેમાં તેઓ અમદાવાદની પણ મુલાકાત લેવાના છે.

સૂત્રોએ કહ્યું કે આ અગાઉ તેમણે અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ઉત્તરાયણ પ્રસંગે શૂટીંગમાં ભાગ લીધો હતો. આ વખતે તેઓ સીદી સૈયદની જાળી અને સરખેજના એતિહાસિક રોજા ખાતે શૂટીંગ કરશે. આ સ્મારકો પુરાતન અને એતિહાસિક મહત્વ ધરાવે છે. બચ્ચન દ્વારા આ તમામ સ્થળોએ શૂટીંગ યોજ્યા બાદ અને વિવિધ માધ્યમોમાં તેનો પ્રચાર પ્રસાર થયા બાદ આ સ્થાનોની મુલાકાત લેવા માટે પ્રવાસીઓમાં આકર્ષણ વધશે. એમ પણ કહેવાય છે કે ખુશ્બુ ગુજરાત કી... પ્રચાર - પ્રસાર થયા બાદ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.