આઇપીએલ માટે ગુજરાત તૈયાર - મોદી

અમદાવાદ| વેબ દુનિયા| Last Modified સોમવાર, 23 માર્ચ 2009 (13:13 IST)

સુરક્ષાને લઇને ટુર્નામેન્ટ દેશની બહાર જઇ રહી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકારની ઝાટકણી કાઢતાં ગુજરાતમાં આઇપીએલ રમાડવાની તૈયાર બતાવી છે.

દેશમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં કેન્દ્ર દ્વારા આઇપીએલની મેચોના કાર્યક્રમમાં ફેરફાર કરવા કરેલ સુચનને પગલે આ મામલે વિવાદ સર્જાયો હતો. છેવટે ગઇ કાલે બીસીસીઆઇની ગઇ કાલે મળેલી બેઠકમાં હવે આ ટુર્નામેન્ટ ઇંગ્લેન્ડ કે દક્ષિણ આફ્રિકામાં રમાડવાનો નિર્ણય લેવાયો હતા. ત્યારે આ મામલે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આઇપીએલ ન રમાડી કેન્દ્ર સરકારે બુટ્ટો લગાડ્યો છે.
દેશમાં આઇપીએલ રમાડનો નિર્ણય ભારતે કરવાનો હોય જ્યારે આ સરકાર આતંકવાદ સામે ઘુંટણીયે પડી નિર્ણય કર્યો છે. પરંતુ ગુજરાત આ મામલે મક્કમ છે અને ખેલાડીઓને સુરક્ષા આપવા પણ તૈયાર. જો આયોજકો તૈયાર હોય તો ગુજરાત આઇપીએલ રમાડવા તૈયાર છે.


આ પણ વાંચો :