ગુજરાત સરકારે રાજ્યના જુદા જુદા મેડિકલ કોલેજોમાં હડતાળ કરી રહેલ રેસિડેંટ ડોક્ટરો સામે આવશ્યક સેવા અનુરંક્ષણ કાનૂન એસ્મા લાગૂ કરવામાં આવ્યો છે.
સ્ટાઈપેંડ વધારવાની માંગને લઈને ડોક્ટરો છેલ્લા પાંચ દિવસથી પ્રદર્શનો કરી રહ્યા છે. રાજ્ય સરકારે તેમને ચેતવણી આપી દીધી હતી કે તેઓ ફરી કામ પર લાગી જાય અથવાતો એસ્મા કાનૂન અંતર્ગત કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે.
અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર રેસિડેંટ ડોક્ટરોની માંગોને ધ્યાનમાં રાખી સરકારે જૂનમાં એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી.
રેસિડેંટ ડોક્ટરો દ્વારા હડતાળ પર ઉતરવાના કારણે સીનિયર ડોક્ટરો પર દર્દીઓને સંભાળવાનો બોજો વધી ગયો છે. જોકે મોટાભાગની હોસ્પિટલમાં હડતાળ પર ગયેલા ડોક્ટરો સમાંતર ઓપીડી સેવા આપી રહ્યા છે.
જોકે સૂરત મેડિકલ કોલેજમાં ગઈકાલે હડતાલ પર ગયેલ 22 ડોક્ટરોને સસ્પેંડ કરી દીધા છે.
આ હડતાળને લઈને રાજ્યના સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસે જણાવ્યુ કે હડતાળથી કોઈને કોઈ ફાયદો થવાનો નથી, અને ડોક્ટરોએ દર્દીઓની લાંબી લાઈનો અને તેમને પડતી મૂશ્કેલીઓને ધ્યાનમાં રાખી કામે પાછા લાગી જવું જોઈએ.
તેમણે જણાવ્યુ કે અન્ય રાજ્યોમાં મેડિકલ કોલેજો ફીસ વધારે ઉઘરાવીને સ્ટાઈપેંડ વધારે આપે છે, જ્યારે આપણા રાજ્યમાં અન્ય રાજ્યોની સરખામણીએ ફીસ ઘણી ઓછી છે. તેની સાથે તેમણે કહ્યુ કે રાજ્યસરકાર દ્વારા વિઠલાણી સમિતિ બેસાડવામાં આવી છે જે બે મહીનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે.