Last Modified: શુક્રવાર, 21 નવેમ્બર 2014 (16:38 IST)
જૂના મકાનોમાં કેમ હવા-ઉજાસને ઠંડક રહે છે?
ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ પ્રોજેકટ સમગ્ર ભારતમાં કાર્યરત છે. આ પ્રોજેકટ અંતર્ગત બાળ વૈજ્ઞાનિકોએ પસંદ કરેલ ''આબોહવા અને વાતાવરણની સમજ મેળવવી'' વિષય પર તૈયાર કરેલા પ્રોજેકટની સ્પર્ધા નવનિર્માણ વિદ્યાલય ખાતે રાખવામાં આવી હતી. જેમાં રજૂ થયેલા પ્રોજેકટ અંતર્ગત આર.ડી. ઘાયલ, જીવનભારતી શાળાએ રજૂ કરેલા જૂના અને આધુનિક મકાનોની બાંધકામની રીતનો પ્રોજેકટ ફર્સ્ટ આવ્યો હતો.
જીવનભારતીના માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ મુખ્ય વિષય વાતાવરણ અને આબોહવાની અસર થકી પેટા વિષય સમાજ અને સંસ્કૃતિ અંતર્ગત સંશોધનનો વિષય એવો પસંદ કર્યો હતો કે, આધુનિક મકાનોની બાંધણી અને જૂના મકાનોની તુલનાના આધારે ઘરની અંદરના વાતાવરણ પર શું અસર થાય તે તારણો રજૂ કર્યા હતાં.
આર.ડી. ઘાયલ જીવનભારતી શાળાના વિદ્યાર્થીઓ મેવાવાલા કાર્તિક, શ્રેયાંસ પટેલ, રક્ષિત પટેલ, પ્રજાપતિ કિશન અને ટેલર યશે તેમના શિક્ષક રાઠોડ દિનેશકુમારના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેકટ બનાવ્યો હતો. આ અંગે તેમણે કહ્યું હતું કે, બાંધકામનું માળખું કઇ રીતે લેવામાં આવ્યું છે અને તેની બાંધણીમાં કઇ કઇ વસ્તુઓ વપરાય છે તેના પર ઘરના વાતાવરણનો આધાર રહેલો હોય છે. વિદ્યાર્થીઓએ જૂના અને નવા બંને મકાનોના સર્વે કરીને તારણો મેળવ્યા હતાં. જે અંતર્ગત તેમણે તુલનાત્મક અભ્યાસ કરીને પોતાના મકાનની આગવી ડિઝાઇન રજૂ કરી હતી. ટ્રેડીશનલ વેલ્યુને સાચવીને અત્યારની જરૃરિયાતના આધારે આ વિદ્યાર્થીઓએ પોતાનો પ્રોજેકટ રજૂ કર્યો હતો.
જુના મકાનોની બાંધણીની રીત
- જૂના મકાનોના બાંધકામ વખતે આજુબાજુ ખુલ્લા ચોક રાખવામાં આવતા ઘરમાંથી ઘરની ઉપરની તરફ નીકળતા જેના કારણે ગરમી ઉપર જતી અને ઠંડી નીચે આવતી. તેથી ઘરમાં ઠંડક જાળવાઇ રહેતી.
- જૂના મકાનોમાં લાકડાનો ઉપયોગ વધારે થતો. લાકડું એ ઉષ્ણાનું સવાહક હોવાના લીધે ઘરની ઠંડક જેમની તેમ જાળવી શકાતી.
નવા મકાનોની બાંધણીની રીત
- નવા મકાનોમાં આરસપહાણનો ઉપયોગ થાય છે. આરસપહાણ શિયાળામાં ઠંડક આપે છે અને ઉનાળામાં ગરમી વધારે આપે છે. તેથી ઘરની અંદરનું વાતાવરણ અનુકુળ રહેતું નથી.
- કાચનો જે ઉપયોગ થાય છે તેના સૂર્યના કિરણો પરાવર્તીત થઇને ઘરમાં આવે તો ગરમીનું પ્રમાણ વધી જાય છે.
કઇ રીતે બાંધકામ કરવામાં આવે તો વાતાવરણ જાળવી શકાય તે તારણો
- પૂર્વ પશ્ચિમ દિશામાં બારી-બારણાં રાખવાથી પૂરતો પ્રકાશ ઘરમાં આવે છે. જે વિજળીની બચત કરે છે અને સ્વચ્છ હવા આપે છે.
- ઉત્તર દિશામાં ઘરમાં બારણાં હોય તો હવાની અવરજવર સારી રીતે થાય છે.