નેનો માટે જમીન સંપાદન કરાઇ નથી

ગાંધીનગર| વેબ દુનિયા| Last Modified મંગળવાર, 24 ફેબ્રુઆરી 2009 (20:47 IST)

ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ ટાટાના નેનો કાર પ્રોજેકટ માટે કરવામાં આવેલ નથી તેમ મહેસુલ મંત્રીએ આજે વિધાનસભામાં લેખિતમાં જણાવ્યું છે.

આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં કાગ્રેસના ગ્યાસુદ્દીન શેખ દ્વારા નેનો કાર પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવા અંગેના વધુ લેખિત પ્રશ્નોમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું છે કે, કલમ-4નું જાહેરનામું બહાર પાડ્યા બાદ જાહેરનામાની કાયદેસરની પ્રસિદ્ધિની તારીખથી 30 દિવસની મુદત આપવામાં આવે છે. જે જાહેરનામું જમીન સંપાદન કાયદા અન્વયે બહાર પાડવામાં આવે છે. એટલે નેનો કાર પ્રોજેકટ માટે જમીન સંપાદન કરવામાં આવેલ નથી.


આ પણ વાંચો :