બહેનોને "મોદીભાઇ" ના મળ્યા !

N.D

અમે અમારા નરેન્દ્રભાઈને રાખડી બાંધી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મુશ્કેલી પડે તો હું ગાંધીનગરમાં બેઠો છું પત્ર લખજો પરંતુ અમારી ઊપર મુશીબત આવી છે ત્યારે અમે ભાઇને મળવા આવ્યા હતા પરંતુ ભાઇ મળતા નથી.

આ કાકલુદી છે બેકારીના ખપ્પરમાં ખુવાર થઇ રહેલા રત્ન કલાકારોની પરિવારની મહિલાઓની. રત્ન કલાકારોના પરિવારની મહિલાઓ, બહેનોએ એક સમિતિ બનાવી તેમના ઘરને બચાવવા મુખ્યમંત્રીને રજુઆત કરવા વિધાનસભા આવી હતી. પરંતું ભાઇ સુધી તેઓને પહોંચતા રોકવામાં આવ્યા હતા.

ગાંધીનગર| વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2009 (12:20 IST)
હીરા ઊદ્યોગમાં આવેલ વૈશ્વિક મંદીને કારણે હીરા ઊદ્યોગ સાથે સંકળાયેલા 10 લાખ રત્ન કલાકારો અને નાના વેપારીઓ અને અન્ય કુટુંબોની રોજી રોટી, બાળકોનું શિક્ષણ અને કુટુંબના આરોગ્યના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે માટે રાહત પેકેજ જાહેર કરવા મહિલાઓની માંગ હતી.


આ પણ વાંચો :