મોદી ગિલાની ભાઇ ભાઇ

P.R

કસાબના નિવેદનને પુરાવા તરીકે ના ગણવાના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી ટીપ્પણી અંગે ભાજપ અને કોંગ્રેસે કચવાટ ઠાલવ્યો હતો. અહીંના ઇન્કમટેક્ષ સર્કલ ખાતે આજે સાંજે કોંગી કાર્યકરોએ રોષ ઠાલવી મોદી-ગિલાની ભાઇ ભાઇના સુત્રોચ્ચાર કર્યા હતા.

અમદાવાદ| વેબ દુનિયા|
મુંબઇમાં કરાયેલા આતંકવાદી હુમલામાં જીવતો પકડાયેલ પાકિસ્તાની આતંકવાદી કસાબે આપેલા નિવેદનને પુરાવા તરીકે ગણવામાં ના આવે એવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી ટીપ્પણીને પગલે રાજકીય ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે. જેનો ભાજપ તથા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે પોતાનો રાષ ઠાલવતાં કોંગી કાર્યકરોએ આજે સાંજે અહીંના ઇન્કમટેક્ષ સર્કલ ખાતે પુતળુ બાળી મોદી-ગિલાની ભાઇ ભાઇના સુત્રોચ્ચાર કર્યા હતા.


આ પણ વાંચો :