મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (14:24 IST)

સરદાર સરોવર નર્મદા યોજના : પર્યાવરણ સુરક્ષા અને વનીકરણ

નર્મદા યોજના અને સઘન વનીકરણ, વૃક્ષારોપણ એક મહત્વનો મુદ્દો છે.
૧૯૭૮ ના ઓગષ્ટ મહિનાની ૧૫ તારીખે જયારે મોરારજી દેસાઈ, અટલબિહારી બાજપાયી અને લાલ્ક્રીશન અડવાણીની જનતાપાર્ટી સરકારે જળ વિવાદ પંચનો ચુકાદો જાહેર કર્યો અને નર્મદા નદી ઉપર અનેક નાના, મોટા ડેમ બાંધવાનું નક્કી કર્યું. તે સમયે પર્યાવરણ સુરક્ષા અને વનીકરણ સરકાર માટે મહત્વની બાબત નહોતી.


૧૯૮૦ જાન્યુ.માં કેન્દ્ર સરકારે પર્યાવરણ મંત્રાલયની સ્થાપના કરી વન અને પર્યાવરણ નામના સ્વતંત્ર મંત્રાલયની રચના થઈ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ સંસદ માં પસાર કરવામાં આવ્યો નર્મદા યોજના માટે પર્યવાન મંત્રાલયની મંજુરી લેવી ફરજીયાત બની સરકાર બદલાની અને પ્રધાન મંત્રી ઇન્દિરા ગાંધીને વિશ્વ બેન્કના દબાણને વશ થઇ કેન્દ્રમાં “ પર્યાવરણ મંત્રાલયની” સ્થાપના કરવી પડી, નર્મદા જળ વિવાદ પંચના પંજા માં થી છુટેલી યોજના હવે “પર્યાવરણ” ની પળોજણમાં ફસાણી.

૧૯૮૧ માં કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે ડેમ પાછળના જળાશયને કારણે ૩૭,૦૦૦ હે. જમીન ડૂબી જશે.
તેમની ૧૧,૦૦૦ હે. જમીન જંગલ વિસ્તારની હશે. ડેમના કારણે ૨૪૮ ગામોના આશરે ૧,૦૦,૦૦૦ લોકોને અસર થશે. તે પૈકી ૧૯ ગામ ગુજરાતના, ૩૬ ગામ મહારાષ્ટ્રના અને ૧૯૩ ગામ મધ્ય પ્રદેશના હશે.


૧૯૮૩ માં ગુજરાત સરકારે કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયને મંજુરી આપવા વિનંતી કરી, અંતે ૧૯૮૭ ના એપ્રિલ મહિનાની ૧૩ તારીખે રાજીવ ગાંધીની સરકારે કેટલીક શરતોનું પાલન કરી આગળ વધવાની મંજુરી આપી.

૧૯૮૬ ના ડીસેમ્બરમાં દેશના પ્રખર અને જાણીતા પર્યાવરણ વિદોએ જાહેરમાં એક નિવેદન કરી કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે જ્યાં સુધી પર્યાવરણ સુરક્ષાના અને પુનાર્વાસના અભ્યાસ પુરા ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકારે બહુલક્ષી નર્મદા યોજનાને મંજુરી આપવી ન જોઈએ , તેમને એક સવાલ કર્યો કે જે સરકાર જુના જંગલો સંચવી શક્તિ નથી તે નવા કેવી રીતે ઉગાડી બતાવશે ? અને શું સરકારી વન વિભાગ આવા કામ કરવા સક્ષમ છે ખરું ?