સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:51 IST)

અમરેલીમાં 10ના સિક્કાનું ચલણ બંધ, બેંકો અને વીજ કંપનીઓનો સ્વીકારવા ઈનકાર

નોટબંધી બાદ એક તરફ લોકોને ચલણી નાણુ હાથવગુ કરવામાં ભારે હાડમારી પડી રહી છે. તેની વચ્ચે હવે અચાનક રૂા. 10ના સિક્કા સરકારે બંધ કર્યાની અફવા ઉડી છે. સૌ કોઇ જાણે છે કે આ અફવા છે. આમ છતાં વેપારીઓ સહિત સૌ કોઇએ રૂા. 10ના સિક્કા સ્વીકારવાનું બંધ કર્યુ છે. જેના પગલે આવા સિક્કા જે તે વ્યક્તિ પાસે જ રહી ગયા છે. ઘણા લોકોએ બેંકમાંથી મોટી માત્રામાં આવા સિક્કા લીધા હતાં અને હવે ક્યાય ચાલતા ન હોય આવા લોકો અટવાયા છે. નવાઇની વાત એ છે કે ચલણમાં હોવા છતાં બેંક પણ આ નાણા સ્વીકારતી નથી.અમરેલી શહેરમાં શાકભાજીના વેપારી હોય કે રીક્ષા ચાલકો હોય, પાન-બિડીના કેબીન ધારક હોય કે કરીયાણાના વેપારી, નાના મોટા કોઇ વેપારી હાલમાં રૂા. 10ના સિક્કા સ્વીકારવા તૈયાર નથી. અગાઉ 10 રૂપીયાનો સિક્કો સરકાર બંધ કરે છે તેવી અફવા ઉડી હતી. પરંતુ બાદમાં તો આ વાત અફવા હોવાનું જાણતા હોવા છતાં હજુ પણ કોઇ આવા સિક્કા સ્વીકારતુ નથી અને કારણ માત્ર એટલુ કે બિજા કોઇ સ્વીકારતા નથી એટલે અમે પણ સ્વીકારતા નથી.