શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (13:06 IST)

નિતીન પટેલની ઓડિયો ટેપ વાયરલ, સત્ય શું અને કેવી રીતે બહાર આવશે ?

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથેની ફિક્સ પગારદાર તલાટી બાદ હવે પોલીસ કોન્સ્ટેબલે કરેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.  ફોન પર વાત કરનાર વ્યક્તિ પોતાની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ અને તેઓ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવી રહ્યો હોવાની ઓળખ આપી હતી. આ વ્યક્તિએ ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાની અને દારૂના વેચાણમાં ઉચ્ચ અધિકારીઓ સામેલ હોવાની વાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, “હું આ અગાઉ આરોગ્યમંત્રી રહી ચૂક્યો છું. હું મારા ફોન પર આવતા દરેક અજાણ્યા નંબરના કોલ પણ લઉં છું. કારણ કે, આરોગ્યમંત્રીના સમયગાળામાં ઘણા જરૂરિયાતમંદ લોકો મારી મદદ માગતાં અને તેમના પરિવારજનોની સારવાર માટે હું જરૂરી સૂચના આપી તેમને મદદ કરતો હતો. મંત્રી તરીકે લોકોની ફરિયાદો, મુશ્કેલીઓ, સૂચનો સાંભળવાની ફરજ છે. પરંતુ આ ભાઈએ મારી ભલમનસાઈનો દુરુપયોગ કર્યો છે.”તેમણે વધુમાં કહ્યું કે,“આ ક્લિપ સાંભળનાર દરેકને ખ્યાલ આવશે કે, તેમણે શરૂઆત જ લોલીપોપ, હિટલર, સત્યના પ્રયોગો અને સુપ્રીમ કોર્ટના જજને રજા પર મોકલી દીધા જેવી વાતો કરી હતી. જે યોગ્ય નહોતી એટલે ગુસ્સો આવવો સ્વાભાવિક છે. સુપ્રીમ કોર્ટના જજ વિશે ટિપ્પણી કરવીએ સર્વોચ્ચ અદાલતનું અપમાન છે. કોઈપણ વ્યક્તિ ફોન પર વાત કરતી વખતે સામેની વ્યક્તિ પાસેથી શિસ્ત અને સંમાનની અપેક્ષા રાખે જ છે. એ યુવાનના દાવા અનુસાર એ સરકારી કર્મચારી છે. દરેક સરકારી કર્મચારીઓની ફરજના નિયમો પણ મંત્રી અને અન્ય અધિકારીઓ સાથે શિસ્તબદ્ધ રીતે વર્તવું તેના સ્પષ્ટ સરકારી નિયમો જણાવેલા હોય છે. એ ભાઈ જો સરકારી કર્મચારી હોય તો તેમની તપાસ બાદ તેમની સામે પણ કાયદેસરના પગલાં લેવાશે.”


 

વીડિયો - સાભાર સોશિયલ મીડિયા