શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 13 જાન્યુઆરી 2017 (16:31 IST)

10મા ધોરણના વિદ્યાર્થી હર્ષે બનાવ્યો એંટી લૈડમાઈંસ ડ્રોન, સરકારે આપ્યા 5 કરોડ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશવિદેશના ઉદ્યોગપતિઓએ હિસ્સો લઇને લાખો-કરોડોના એમઓયુ કરી ગુજરાતમાં રોકાણ કરવા ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે,અમદાવાદના ધો,૧૦માં અભ્યાસ કરતાં હર્ષવર્ધન ઝાલાએ પણ ભારતીય લશ્કરને ઉપયોગી થાય તેવા ડ્રોનનું મેન્યુફેક્ચરીંગ કરવા ઇચ્છુક છે. આ વિદ્યાર્થીએ રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે રૃા.૫ કરોડના એમઓયુ કર્યા છે. માત્ર એરડિફેન્સ ક્ષેત્રમાં જ નહી,મેડિકલ,એગ્રીકલ્ચરમાં ઉપયોગી બને તેવા પણ ડ્રોન બનાવવામાં આવશે. અમદાવાદના બાપુનગરની સર્વોદય હાઇસ્કૂલમાં અભ્યાસ કરતાં ૧૪ વર્ષિય હર્ષવર્ધન ઝાલાએ વર્ષ ૨૦૧૩માં ટીવી રિમોટથી ઘરના તમામ ઉપકરણો ચાલે તેવુ સંશોધન કર્યું હતું ત્યારબાદ તેને આ વિષયમા ઉંડો રસ દાખવતાં તેની ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટમાં પસંદગી થઇ હતી. તેણે સ્ટાર્ટએપ પોલીસી હેઠળ સરકારની નાણાંકીય સહાયથી ઇન્ડિયન આર્મીને મદદરૃપ થાય તેવુ ડ્રોન બનાવ્યું છે જે હાલમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર આયોજિત ટ્રેડ શોમાં મૂકાયું છે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આખરી દિને એમઓયુ કર્યા બાદ વાતચીત કરતાં હર્ષવર્ધને જણાવ્યું કે, આ ડ્રોનની વિશેષતા એછેકે, તે અઢી કિમી ઉંચે ઉડી શકે છે. ૮ કિલો વજન ઉઠાવી શકે છે.જમીનમાં ૨૧ સેમી નીચે રહેલાં વિસ્ફોટક પદાર્થો શોધી કાઢે છે.એટલું જ નહીં, ડિફ્યુઝ સુધ્ધાં કરે છે. આ ડ્રોન જમીનમાં રહેલાં વિસ્ફોટક પદાર્થથી થતા લશ્કરી જવાનોની જાનહાનીને રોકે છે. ઉલ્લેખનીય છેકે, હર્ષવર્ધને ચારેકત મહિના અગાઉ જ કંપની રજીસ્ટર કરી છે. ડ્રોન બનાવવા તે જર્મની,યુએસએ અને હોંગકોંગથી પાર્ટસ ખરીદે છે. આ ડ્રોન માત્ર ડિફેન્સ માટે જ નહીં, મેડિકલ જગતને પણ ઉપયોગી છે જેમ કે, ઇમરજન્સી કેસમાં દર્દીને ઘટના સ્થળે દવા મોકવામાં ડ્રોન ઉપયોગી બનશે. ખેતીમાં ખેતરમાં દવા છાંટવા અને પાકની દેખરેખ માટે ડ્રોન લાભદાયી બનશે.