Widgets Magazine

બનાસકાંઠાના 15 ગામોને કેશલેસ બનાવવા ‘મોડલ’ તરીકે પસંદ કરાયા

શનિવાર, 10 ડિસેમ્બર 2016 (12:31 IST)

Widgets Magazine
banas


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 ડિસેમ્બરે ડીસા આવી રહ્યા છે. તે અગાઉ જિલ્લાના 15 જેટલા ગામોને મોડલ તરીકે પસંદગી કરાઇ છે. જેમાં પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ કેશલેસ બનવા સક્ષમ બન્યું છે. જ્યાં તમામ પરિવારને એટીએમ કાર્ડ અપાયાં છે.  પાલનપુરથી 18 કિલોમીટર દૂર આવેલા રૂપપુરા ગામના લોકો હવે નાણાંકીય વ્યવહારમાં બદલાવ લાવી રહ્યા છે. આ ગામને એક્સિસ બેન્કે દત્તક લીધું છે. ગામના તમામ 158 પરિવારને એટીએમ કાર્ડ અપાયાં છે. જે તમામ એક્ટીવ કરી દેવાયાં છે. ગામમાં ત્રણ પીઓએસ (પોંઇન્ટ ઓફ સેલ) મશીન અપાયા છે. જેમાં કરીયાણાની દુકાન, એગ્રો સેન્ટર અને દૂધ મંડળીમાં નાણાંકીય વ્યવહાર કેશલેસ કરવાની શરૂઆત કરી છે.પાલનપુરના રૂપપુરા, પટોસણ, જસલેણી, જડીયાલ, આકેડી, કુંભલમેર જ્યારે વડગામ તાલુકાના નવી સેંધણી, હરદેવાસણા, પાંચડા તેમજ ડીસા તાલુકાના જોરાપુરા, રતનપુરા, ગુગળ, પમરુ અને ભાદરા ગામમાં અલગ-અલગ બેન્કો દ્વારા કેશલેસ પ્રક્રિયા માટે કાર્યવાહી કરાઇ રહી છે.



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

મને લોકસભામાં બોલવા દેવામાં આવતો નથી તેથી મેં નક્કી કર્યુ છે કે હુ જનસભામાં બોલીશ - મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં હશે. પ્રધાનમંત્રી અહી ડેયરીના ...

news

અમદાવાદમાં ફાસ્ટફૂડ બિઝનેસમાં પણ ઈ વોલેટની શરૂઆત

નોટબંધીના નિર્ણયને એક મહિના જેટલો સમય લાગ્યો. શરૃઆતમાં લોકો બેંકમાંથી પૈસા ઉપાડવા અને જમા ...

news

ભારતીય સંસ્કૃતિને જાણવા માટે અમદાવાદમાં બાંગ્લાદેશી ડેલીગેશન આવ્યું

એક-બીજા દેશ સાથે મૈત્રી સારી બને અને એકબીજાના કલ્ચરને જાણી શકે તે હેતુથી ભારત સરકારના ...

news

કેશલેસ ઇન્ડિયા બનાવવા માટે અમદાવાદના ૮૦% કાપડના વેપારી તૈયાર

દેશમાં ડિમોનિટાઈઝેશન બાદ દેશમાં ભલે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ હાલની પરિસ્થિતિ ...