આર્મી વેલ્ફેર ફંડ માટે બારડોલીમાં દેશનો પ્રથમ કેશલેશ ડાયરો યોજાયો

સોમવાર, 12 ડિસેમ્બર 2016 (12:10 IST)

Widgets Magazine
army wellfare


નોટબંધી બાદ સમગ્ર દેશમાં કેશલેસ વ્યવહારનો જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. ત્યારે ચેરિટિ માટે યોજાતા સંધ્યામાં સામાન્ય રીતે ગાયક કલાકાર પર પૈસા ઉડાવી દાન એકત્રિત થતું હોય છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી સ્નેહમિલન સમારોહ યોજતાં આવેલા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે આયોજિત ડાયરામાં પૈસા ઉડાડવાની પરંપરા પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યો હતો. ધામદોડ રોડ પર નગર બીજેપી કાર્યાલયની સામેના મેદાન પર યોજાયેલા ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કિર્તીદાન ગઢવી અને ઊર્વશી રાદડીયાએ ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી. લોકગીત-ભજનના ડાયરામાં સામાન્ય રીતે રૂપિયાની છોળો ઉડતી જોવા મળતી હોય છે. ત્યારે નોટબંધી વચ્ચે બારડોલીમાં દેશનો પ્રથમ કેશલેશ ડાયરો યોજાયો હતો. ડાયરાના ભજનકિંગ ગણાતા કિર્તિદાનના ડાયરામાં ચલણી નોટની જગ્યાએ ચેકની લ્હાણી થઈ હતી. આર્મી વેલ્ફેર ફંડના લાભાર્થે યોજાયેલા અનોખા કેશલેશ ડાયરાએ દેશભરમાં ચર્ચા જગાવી છે. નોટબંધી બાદ સરકાર કેશલેસ નાણાકીય વ્યવહારને પ્રોત્સાહન આપી રહી છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઈસ્તાંબુલ સ્ટેડિયમ પાસે બે બમ ધમાકા 29ની મૌત , 166 લોકો ઘાયલ

ઈસ્તાંબુલના એક મોટા ફુટબાલ સ્ટેસ્ડિયમથી પ્રસંશકના હાલ્યા ગયા પછી તેમની બહાર બે બમ વિસ્ફોટ ...

news

જયલલિતાના શોકમાં 280 લોકોની મૌત

ચેન્નઈ એઆઈએડીએમનેતા અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન પછી દુખ અને સદમામાં ...

news

પીએમ મોદી અચાનક જ માતા હિરાબાના આશિર્વાદ લેવા માટે પહોંચી ગયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, નરેન્દ્ર મોદી ડીસાથી ગાંદીનગર ...

news

પાદરડી ગામ ગુજરાતનું ડિજિટલ વિલેજ- તમામ સુવિઘાઓથી સજ્જ

શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. ...

Widgets Magazine