ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated : શનિવાર, 1 ઑક્ટોબર 2016 (13:53 IST)

અમદાવાદમાં હાઈ એલર્ટ, દલિત આંદોલન મોકૂફ રખાયું

દેશમાં હાઈએલર્ટ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ દલિતોના પ્રશ્નોના ઉકેલ મુદ્દે ખાતરી આપતા દલિતો દ્વારા આજે અપાયેલું રેલ રોકો આંદોલન મોકૂફ રખાયું છે. ભૂમિહીન દલિતોને સરકારી જમીન અને ઘરથાળ પ્લોટ ફાળવવાની માંગણી કરાઈ છે. આ મુદ્દે ઉના દલિત અત્યાચાર સમિતીએ આજે અમદાવાદના મણિનગર વિસ્તારમાં રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં દલિતો જોડવાના હતા. મેવાણીએ આંદોલનના સંદર્ભમાં જણાવ્યું હતું કે, 'જો સરકાર પાટીદારો માટે નિયમો નેવે મૂકીને પેકેજ લાવી શકે છે, પોલીસ કેસો પાછા ખેંચી શકે છે, કેબિનેટ મંત્રીઓ મીટિંગ કરે છે, તો શા માટે દલિતોથી સરકાર અંતર રાખી રહી છે? જો પાટીદારો માટે સરકાર તમામ નિયમો નેવે મુકીને તેમના માટે સ્પેશિયલ પેકેજ લાવે કે પછી ઇબીસીની જાહેરાત કરે, મુખ્યમંત્રી પાટીદાર અગ્રણીઓને મળે અને વચગાળાના પ્રયાસો કરે, તો શા માટે દલિતોથી અંતર રાખવામાં આવી રહ્યુ છે. મેવાણીએ જણાવ્યું હતું કે, અમે તો દલિતોને પોતાના મૂળભુત હકો માટે માંગણી કરી રહ્યા છીએ. અમે રહેવા માટે ઘર, ખેડવા માટે જમીનનો ટુકડો માંગી રહ્યા છીએ તો શા માટે અમને સરકાર દ્વારા સાંભળવામાં આવતા નથી. સર્જિકલ સ્ટ્રાઈકને લઈને આ આંદોલન હવે મોકૂફ રાખવામાં આવ્યું છે.