સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑક્ટોબર 2016 (13:09 IST)

રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3નાં મોત

શાકભાજીના વેપારી પ્રફૂલભાઇ નારિયાએ પોતાના પત્ની સાથે ઝેરી દવા પીધા બાદ પુત્રી-પુત્રને પણ ઝેરી દવા પીવડાવી હતી. જેમાં દંપતી અને પુત્રીનું મોત થયું છે જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. તપાસ કરવા પહોંચેલી પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં બે સોનાની ચેનમાંથી એક દાન કરવા કહેવામાં આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  મૃતક પ્રફુલભાઇના પિતા ડાહ્યાભાઈ નારિયા તેના સંબંધી બીમાર હોય હોસ્પિટલ ખબર કાઢવા ગયા હતા. જ્યાંથી રાત્રિના પરત આવતા તેમણે ઘર અંદરથી બંધ હોય વારંવાર દરવાજો ખખડાવ્યો છતા દરવાજો કોઈએ ખોલ્યો ન હતો. પિતાએ પુત્ર પ્રફુલભાઈને ફોન કર્યો હતો, પણ સ્વિચ ઓફ આવતો હતો. આથી તેમણે પોતાની પાસેની બીજી ચાવીથી ઘરનો દરવાજો ખોલતા આખો પરિવાર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે તેમના પરિવારના પુત્ર, પુત્રવધુ અને તેમના બંન્ને સંતાનો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. અંગે તેમણે મોટા પુત્ર તેમજ અખબારી વિક્રેતા પરેશભાઇને જાણ કરતાં તેઓ પણ ત્વરિત તેમના નાના ભાઇના ઘરે દોડી ગયા હતા. અંગે 108 બોલાવતાં તેમાં સેવામાં રહેલ ડોક્ટરે પ્રફુલભાઇ, રસીલાબેન તેમજ પુત્રી શિવાનીને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમનો પુત્ર ધ્રુવ જીવિત હોય તેને તાકીદની સારવાર અર્થે ખાનગીહોસ્પિટલમાં ખસેડાયો હતો.