શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2016 (15:18 IST)

ભારતીય સંસ્કૃતિને જાણવા માટે અમદાવાદમાં બાંગ્લાદેશી ડેલીગેશન આવ્યું

એક-બીજા દેશ સાથે મૈત્રી સારી બને અને એકબીજાના કલ્ચરને જાણી શકે તે હેતુથી ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં અન્ય દેશોના ડેલિગેશનને ભારતમાં આમંત્રીત કરવામાં આવે છે. થોડા સમય પહેલા કોરીયાનું એક ડેલિગેશન આવ્યું હતુ. અત્યારે ભારતમાં ૪ ડિસેમ્બરથી બાંગ્લાદેશના ૧૦૧ લોકોનું ડેલિગેશન આવ્યું છે ૫ તારીખે દિલ્હીમાં રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ કરી દિલ્હી દર્શન કર્યા બાદ આગ્રા તાજમહેલ અને ફોર્ટની વિઝિટ કરી ૭ ડિસેમ્બરથી આ ડેલિગેશન અમદાવદમાં આવ્યું છે. અહીં ત્રણ દિવસ દરમિયાન ટાટાનેનો પ્લાન્ટ, ગાંધીઆશ્રમ, રિવરફ્રન્ટ, ગાંધીકુટીર, ઈસરો જેવી વિવિધ જગ્યાએ વિઝિટ કરશે. આ અંગે માહિતી આપતા કમલકુમાર કર કહે છે આ ડેલિગેશને ૮ ડિસેમ્બરે એલ.જે કેમ્પસમાં ગુજરાતની કલ્ચરર એક્ટિવિટી નિહાળી હતી અને પોતાના દેશની પણ કલ્ચચર એક્ટિવિટી પ્રસ્તૂત કરી હતી. અહીં આવેલા ૧૦૧ યુવાનોમાંથી બધા જ અલગ અલગ સીટીમાંથી અને એલગ અલગ ફિલ્ડમાંથી આવતા હોઈ દરેક વિદ્યાર્થી પોત-પોતાનું ટેલેન્ટ રજૂ કરી રહ્યા છે.