૫૦ હજાર કિલો લોટ,૬૦ હજાર કિલો બટેટા: ખોડલધામમાં ૧ કલાકમાં જમી શકશે સવા બે લાખ લોકો

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:13 IST)

Widgets Magazine
khodaldham


આગામી તારીખ ૧૭ થી ૨૦ રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજના ખોડલ માતાજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. આ મહોત્સવ દરમિયાન માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશમાં વસતા પાટીદાર સમાજના પરિવારો આવી રહ્યા હોઈ તેમને દર્શન સાથે પ્રસાદ પણ મળી રહે અને કલાકના હિસાબે લાખો લોકો પ્રસાદ લેનાર હોઈ તેનું વિશાળ આયોજન કરાયું છે.સમિતિના ટ્રસ્ટના પરેશ ગજેરાના જણાવ્યા મુજબ ખોડલધામ કાગવડ ખાતે અંદાજે ૪૮ વીઘા જમીન ઉપર એક ભોજનશાળા તૈયાર કરવામાં આવી છે. જેમાં એક કલાકમાં અંદાજે સવા બે લાખ ભાવિકો પ્રસાદ (ભોજન) લઇ શકે તેવું આયોજન છે. આ માટે ૬૦,૦૦૦ કિલો બટેટા,૬૦૦ કિલો લીલા મરચા,૨૦૦૦ કિલો પાકા ટામેટા,ચણાનો કરકરો લોટ ૧૦,૦૦૦ કિલો મોહનથાળ માટે મગાવ્યો છે.૫૦,૦૦૦ કિલો ઘઉંનો લોટ રોટલી માટે, ૧૦,૦૦૦ કિલો ચણાનો સાદો લોટ  તથા અન્ય સામગ્રી પણ જરૂરીયાત પ્રમાણે મંગાવી છે, જેમાં શુદ્ધ ઘીનો પણ સમાવેશ થાય છે.ભાઈઓ અને બહેનો માટે જમવાની વ્યવસ્થા અલગ કરવામાં આવી છે. બંને વિભાગમાં ૪૫૦ બાય ૩૦૦ ફૂટના ૧૨૯ કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા છે. એક કલાકમાં ૨.૨૫ લાખ લોકો પ્રસાદ(ભોજન) લઇ સકે તેવી પાકી વ્યવસ્થા છે. મહોત્સવ માટે પટેલ સમાજમાં ભારે ધર્મોલ્લાસ છે.
khkodaldham

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વાઈબ્રન્ટ ગુજરાતમાં નેતાઓને અંગ્રેજી ભાષા હેરાન કરશે. મોટા ભાગના મંત્રીઓને અંગ્રેજી નથી આવડતું

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૭ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે રૃપાણી ...

news

ઓપિનિયન પોલ- ઉત્તરાખંડ-ગોવામાં ખીલી શકે છે કમળ, જ્યારે પંજાબમાં અકાલી દળ- ભાજપ ગઠબંધનને જોરદાર ઝાટકો

યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ...

news

રાજકોટમાં નજરે પડ્યો 4 આંખવાળો સૌથી ઝેરી વાયોલીન સ્પાઇડર

દુનિયાના સૌથી ઝેરી કરોળિયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સના વિદ્યાર્થીઓએ ભવનમાંથી જ ...

news

ઈંડિયા ટુડે ઓપિનિયન પોલ - નોટબંધીની આંધી પાર કરી યૂપી પર રાજ કરશે BJP

નોટબંધી પર પ્રધાનમંત્રીની ઓચિંતી જાહેરાતથી લોકોને થયેલ અસુવિદ્યા છતા ભારતીય જનતા પાર્ટી ...

Widgets Magazine