શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 24 ઑક્ટોબર 2016 (12:49 IST)

શહિદ જવાનના પિતાને તંત્રનો ઉડાઉ જવાબ- તમારો દિકરો શહિદ થયો જ નથી.

વર્ષ 2000માં સિયાચીનના ગ્લેસિયરમાં 50 ફૂટ ઊંડી ખીણમાં જેતલસરના ધનસુખ ભુવા પડી ગયા હતા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું અને તેમની શહીદીનું સેનાએ સર્ટિફિકેટ આપ્યું હતું. પરંતુ પુત્રની શહીદી બાદ 16 વર્ષ બાદ પોતાના પુત્રની દેશ માટે શહીદી વહોરનાર જેતલસર ગામમાં શહીદ સ્મારક બનાવવા મથતા પિતાને સરકારી તંત્રના ઉડાઉ જવાબનો સામનો કરવો પડ્યો હતો. " તમારા દીકરાનું મોત શહીદની વ્યાખ્યામાં આવતું  નથી, તમારો દીકરો શહીદ થયો જ નથી' કહી શહીદ સ્મારક બનાવવાની વાતને ફગાવી દેતા શહીદ જવાનના પિતાએ સરકાર તેમની મશ્કરી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જેતપુર તાલુકાના જેતલસર ગામે રહેતા ધીરજલાલ મુળજીભાઈ ભુવાના પુત્ર ધનસુખ ધીરજલાલ ભુવા (એન.લાન્સ નાયક, સૈનિક નંબર 2685740) નું ઓપરેશન મેઘદૂત દરમિયાન  20મી નવેમ્બર 2000ના રોજ સિયાચીન ગ્લેસિયર ખાતે 50 મીટર ઊંડી ખાઈમાં ગબડી પડવાથી મોતને ભેટ્યા હતાં. તે વખતે થલ સેનાના અધ્યક્ષે "ધનસુખ લાલને ઓપરેશન મેઘદૂત મેં આંતકવાદીયો કે વિરુદ્ધ  કારવાઈ મેં અપના સર્વોચ્ચ બલિદાન દિયા" એવું સર્ટિફિકેટ આપી ધનસુખને શહીદ જાહેર કર્યા હતા. ધનસુખ ભુવાની દેશની રક્ષા દરમિયાન આ શહીદીની વાત સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં ફેલાઈ હતી.  .આમ છતાં લાંબા સમય પછી રાજકોટ સ્થિત જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાટ કચેરી તરફથી શહીદ ધનસુખ ભુવાના પિતાને એવો જવાબ અપાયો કે " ધનસુખનું ખાઈમાં પડી જવાથી, બ્રેઈન હેમરેજથી અવસાન થયું હોવાથી તેમનો શહીદીની વ્યાખ્યામાં સમાવેશ થયેલો નથી, તેથી સ્વર્ગસ્થના નામનું રાષ્ટ્રીય સ્મારક સ્થાપવા આગળ રજૂઆત કરી શકાય તેમ નથી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગના પરિપત્ર બહાર પાડ્યો હતો. જે મુજબ રાષ્ટ્રની  સુરક્ષા કરતાં કરતા અને દેશના અન્ય ક્ષેત્રમાં આંતકવાદ કે ઘૂસણખોરો સામે રાષ્ટ્ર વિરોધી પ્રવુત્તિઓ સામે લડતાં લડતા વખતોવખત શહીદ થયાં હોય. એવા વીર જવાનોની બહાદુરી અને શૌર્યનો સ્વીકાર કરીને તેઓની યાદમાં પણ રાષ્ટ્રવીર સ્મારકો રચવાનું કાળજીપૂર્વક વિચારણાના અંતે સરકારે એવું ઠેરવ્યું છે. કારગિલ યુદ્ધ પછી ભવિષ્યમાં જે કઈ કિસ્સામાં લશ્કર, બીએસએફ, સીઆરપી અને એસઆરપી જેવા અર્ધ લરી દળોમાં ફરજ બજાવતા ગુજરાતના એ વીર જવાનોને રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોછાવર કર્યું હોય તેમની કાયમી યાદમાં તેમના વતનના ગામમાં રાષ્ટ્રવીર સ્મારક રચવામાં આવે.