રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2016 (14:54 IST)

અત્યાચારોથી ત્રાસીને બનાસકાંઠાના ૧૫૦ દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

સોરાષ્ટ્રના ઉના ખાતે  દલિતો ઉપર અત્યાચાર ગુજારવાના પ્રકરણ ઉપરાંત રાજયના અન્ય વિસ્તારોમાં પણ દલિતો ઉપર કરવામાં આવી રહેલા દમનથી ત્રસ્ત બનેલા બનાસકાંઠા જિલ્લાના ૧૫૦થી વધુ દલિતોએ બૌદ્વ ધર્મનો અંગીકાર કરીને જિલ્લાભરમાં ચકચાર મચાવી મુકી છે.  બનાસકાંઠામાં એક તરફ મોદીના આગમનના ટાણે   જિલ્લાના ૧૫૦થી વધુ દલિતોએ અત્યાચારોના વધતા બનાવોના પગલે પાલનપુરમાં માલણ દરવાજે આવેલા રામાપીરના મંદિરે દલિતોએ પોરબંદરથી આવેલા બૌદ્ધના પ્રગરત્ન બુદ્ધવિહારના હમંતની હાજરીમાં બૌદ્ધ ધર્મનો અંગિકાર કરીને  ૨૨ મુદ્દાની પ્રતિજ્ઞાાલીધી હતી.બનાસકાંઠાના ૨૦૦ જેટલા દલિતોએ જાતિવાદ તેમજ સરકાર દ્વારા અન્યાય સહિત અનેક પ્રશ્નોનો ન્યાય ન મળતાં આખરે  તેમને ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અપનાવવાનું એલાન કર્યું હતું. એલાન બાદ જિલ્લાના દલિત સંગઠન પ્રમુખ દલપત ભાટીયાએ માલણ દરવાજે તમામ દલિતોને રામાપીરના મંદિરે હાજર રહેવા અને ધર્મપરિવર્તનનો શપથ લેવા આહવાન કર્યું હતું.આજે  ર્ડા.આંબેડ્કર નિર્વાણ દિને લગભગ ૧૫૫   જેટલા  દલિતો વિવિધ જગ્યાએથી એકઠા થયા હતા. અને એક હોલની અંદર બૌદ્ધધર્મની છબી આગળ ર્ડા.આંબેડ્કરની તસ્વીરની સ્થાપના કરી હતી.  દલિતોએ પહેલા તો બાબા સાહેબની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.  આ સમગ્ર હોલ જય ભીમ તેમજ ર્ડા.આંબેડકરનો જયનાદ બોલાવ્યા બાદ બૌદ્ધધર્મનો અંગીકારની શપથવિધી કરાઈ હતી. આગેવાનોએ જણાવ્યું કે અમારા ૨૨ મુદ્દાઓ પ્રમાણે અમે પ્રતિજ્ઞાા લઈએ છીએ અને આજથી તમામ બૌદ્ધધર્મના ધર્મ પ્રમાણે અમે તમામ આચરણો કરીશું.જોકે, અગાઉ બનાસકાંઠા જિલ્લા દલિત સમાજ દ્વારા ધર્મ પરિવર્તનની બાબત સામે આવી હતી. જે અટકાવવા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિકારીઓએ સમાધાન માટે પ્રયત્નો કર્યા હતા. આ તમામ પ્રયત્નો નિષ્ફળ જતાં ધર્મ પરિવર્તન અંગિકાર કરતાં વહીવટીતંત્રમાં હલચલ જોવા મળી હતી.