શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (13:00 IST)

સુરતના કાળાધનના કુબેર જિગ્નેશ ભજીયાવાલાની ઇડીએ ધરપકડ કરી

સુરતના કાળાધનના કુબેર કિશોર ભજીયાવાલાના પુત્ર જિગ્નેશ ભજીયાવાલાની ઇડીએ ધરપકડ કરી છે. બેનામી  સંપત્તિ અને કાળા નાણાં મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. સર્ચ દરમિયાન કરોડોનું બેનામી નાણું મળી આવ્યું હતું. બેનામી સંપત્તિ અને કાળા નાણાં મુદ્દે જીગ્નેશ ભજીયાવાલાની ઈડીએ આજે ધરપકડ કરી હતી. જેને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે. સુરતના ઉધનાના ફાયનાન્સર કિશોર ભજિયાવાલાને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં 400 કરોડનો ખજાનો હાથ લાગ્યો હતો. દિવસે ને દિવસે આ આંકડો વધી રહ્યો હતો. ભજિયાવાલા ઘણા લાંબા સમયથી વ્યાજખોરીનો ધંધો કરે છે. અને તેના રાજકારણીઓ સાથે પણ ગાઠ સંબંધ છે. ભાજપના ટોચના નેતાઓ સાથે કિશોર ભજિયાંવાલાના પુત્રની સેલ્ફી લીધેલી તસવીરો બહાર આવી છે.કિશોર ભજિયાવાલા અને પુત્ર જીગ્નેશ ભજિયાવાલાની ભાજપના નેતાઓ સાથે સતત ઉઠક-બેઠક રહે છે. તેના પુરાવા આપતી તસ્વીરો ખુદ જીગ્નેશે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં અપલોડ કરેલી પોસ્ટમાંથી જોવા મળે છે. જેમાં પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપના ટોચના નેતા ઓમ માથુર, સ્થાનિક ધારાસભ્યો, સાંસદો, ભાજપના પ્રમુખ સ્પષ્ટ જેઈ શકાય છે. 
 
જ્યારે બોલિવૂડ, ઢોલીવૂડ સેલિબ્રિટીઓ સાથેની તસવીરો પણ મળી આવી છે. ભજિયાવાલા સર્ચ ઓપરેશનમાં આવકવેરાની તપાસનો આરંભ જ સુરત પીપલ્સની ઉધના શાખા પરથી થયો હતો. એક ફોન કોલ પર મળેલી બાતમી બાદ આઈટીના અધિકારીઓ કિશોર, જિજ્ઞેશ અને વિલાસ ભજિયાવાલાની ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા ત્યારે ૧૩મી ડિસેમ્બરે જિજ્ઞેશ સુરત પીપલ્સની ઉધના શાખામાં ત્રણ થેલા લઈને ગયો હતો. થોડા સમય બાદ તે ખાલી હાથે પરત ફર્યો. બેન્ક બહાર જિજ્ઞેશ પર નજર રાખી રહેલા આઈટીના અધિકારીઓ તરત જ જિજ્ઞેશને લઈને ફરી બેન્કમાં પ્રવેશ્યા. જોકે, બેન્કના રજિસ્ટરમાં જિજ્ઞેશ દ્વારા જે લોકરના નંબરની એન્ટ્રી કરાઈ હતી તે ખૂબ નાનું હતું. તેમાં બેગ મૂકી શકાય તેમ ન હતી. આથી અધિકારીઓએ જિજ્ઞેશની પૂછપરછ કરી કે બેગ ક્યાં ગઈ? જિજ્ઞેશે કોઈ બેગ નથી એવું રટણ ચાલુ રાખ્યું. બેન્કકર્મીઓએ પણ સીધા જવાબ આપ્યા નહીં. આથી આઈટી અધિકારીઓએ લોકર રૃમ બહારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. જેમાં જિજ્ઞેશ અંદર બેગ લઈને ડાબી તરફ જઈ નીચે બેસીને લોકર ઓપરેટ કરતો હોવાનું ચિત્ર દેખાયું. આથી આઈટીએ સૌથી નીચેના લોકર્સ ઓપરેટ કરવા શરૃ કર્યા. જેમાં એક લોકર કિશોર ભજિયાવાલાના નામનું હતું, પરંતુ અન્ય ૧૫ લોકર્સ બીજા નામના હતા. જે ખોલ્યા અને ભજિયાવાલાનો દલ્લા પરથી પડદો ઉઠયો હતો