Widgets Magazine
Widgets Magazine

સાત વર્ષથી એક પણ રજા લીધા વિના પુત્રને ભણાવવા પિતાએ ત્રણ નોકરી કરી

શુક્રવાર, 20 જાન્યુઆરી 2017 (13:06 IST)

Widgets Magazine
son and father


બેચરલ ઈન પ્રોડ્ક્શન એન્જિનિયરીંગમાં મેળવનાર સાગર મહેશભાઈ રાઠોડના પિતાજી એક હીરાના કારખાનામાં નોકરી કરે છે અને મહિને માંડ ૧૦થી ૧૨ હજાર કમાય છે. આવી હાલતમાં એન્જિનિયરીંગ ફિલ્ડમાં દિકરાને ભણાવવું પોષાય નહીં છતાં તેઓએ છેલ્લા સાત વર્ષમાં એક પણ રજા લીધા વગર મહિનાના ૩૦ દિવસ કામ કરી સાગરને ભણાવ્યો હતો. ઘણા મહિના તો મહેશભાઈ ત્રણ ત્રણ નોકરી અને પાર્ટટાઈમ બિઝનેસ પણ કરે છે. આ અંગે વાત કરતા સાગર કહે છે કે હું પ્રાઈવેટ શાળામાં ધોરણ ૧થી૮માં ભણ્યા પણ ૯મા ધોરણમાં ફી ન હોવાથી ૯-૧૦ સરકારી શાળામાં કર્યું અને ત્યારબાદ ડિપ્લોમા ફેબ્રીકેશન ટેકનોલોજીમાં એડમિશન લીધું. અભ્યાસની સાથે સાથે હું પણ ઘણીવાર નોકરી કરતો હતો અને કોઈને કોઈ રીતે મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવતો હતો અને મારા પ્રોફેસરો પણ મને મદદ કરતા હતા. એન્જિનિયરીંગમાં એડમિશન આવ્યા બાદ ઘણી વખત પ્રોજેક્ટ બનાવવાના થતા ત્યારે પૈસાનો પ્રોબ્લેમ નડતો પણ મારી મહેનત અને ધગશ જોઈને મિત્રો કે પ્રોફેસર મારી  મદદ કરતા હતા. મે ક્યારેય નાવા પુસ્તકો નથી ખરીદ્યા પણ મારા સિનિયરોને વિનંતી કરીને તેમના જુના પુસ્તકો હું લેતો હતો. છેલ્લા વર્ષમાં તો હું મારો અભ્યાસ ફાઈનલી ડ્રોપ મુકવાનો હતો પણ એક સંસ્થાએ મદદ કરતા હું આજે મારો ગોલ પુરો કરી શક્યો છું. હું ચોક્કસ પણે મનું છું કે અભ્યાસ માટે પૈસા જરુરી છે પણ એટલા પણ જરુરી નથી કેમ કે જે વિદ્યાર્થીને મહેનત કરવાની ધગશ છે તેને મદદ કરનારા ઘણા મળી રહે છે. અત્યારે મે ગેટ પાસ કરી હોવાથી મને પુણેમાં એમ.ટેકમાં એડમિશન મળ્યું છે અને મારો ખર્ચ સરકાર પુરો કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બેચરલ ઈન પ્રોડ્ક્શન એન્જિનિયરીંગ ગોલ્ડ મેડલ સાગર મહેશભાઈ રાઠોડ. ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ક્રિકેટ સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અખિલેશે રજુ કરી 191 ઉમેદવારોની પ્રથમ લિસ્ટ, શિવપાલને મળી ટિકિટ

કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટીના ગઠબંધનને લઈને જ્યા હાલ સસ્પેંસ કાયમ છે તો બીજી બાજુ ...

news

આગામી ચૂંટણીમાં પાટીદારો, ઠાકોર-OBC અને 'આપ' પડકારરૂપ હોવાથી ભાજપમાં ગભરામણ

આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટો પડકાર બની રહેવાની હોવાનું હવે ખુદ ...

news

નોબલ હાઈજીન અને લાયન્સ ક્લબ્સ દ્વારા વાર્ષિક 1000થી વધુ વૃદ્ધાશ્રમોને રૂ. 30 કરોડથી વધુ લાભ મળે છે

એડલ્ટ ડાયપર્સમાં બજાર આગેવાન નોબલ હાઈજીને દુનિયાની અગ્રણી માનવતાવાદી સંસ્થા લાયન્સ ક્લબ્સ ...

news

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine