શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 19 નવેમ્બર 2016 (11:57 IST)

બેંકોમાં આજે ફક્ત વડીલોની(સીનિયર સીટીઝન) એંટ્રી, અન્નાએ નોટબંદીને આપ્યા પૂરા માર્કસ

શનિવારે બેંકોમાં ફક્ત વડીલોને જ 500 અને 1000ના નોટ બદલવા શકશે. આ નિર્ણય ઈંડિયન બેંક એસોસિએશન (આઈ.બી.એ)એ કર્યુ છે. આઈ.બી.એ.ના પ્રમુખ રાજીવ ઋષિએ જણાવ્યુ કે બેંકોમાં કેશના ચાલી રહેલ અભાવના કારણે આ નિર્ણય કર્યો છે.  શનિવારે બેંક પૈડિંગ કામને પતાવશે અને બેંકોમાં લેવડદેવડનુ કાર્ય પહેલાની જેમ થશે.  રવિવારે બેંક બંધ રહેશે. 
 
24 પછી નહી બદલવામાં આવે જૂના નોટ 
 
નોટબંદી પછી જૂના નોટ બેંક અને પોસ્ટ ઓફિસ દ્વારા બદલવાની સુવિદ્યાનો દુરુપયોગ થઈ રહ્યો છે. સરકારે તેને લઈને મોટુ પગલુ ઉઠાવી શકે છે.  સૂત્રો મુજબ સરકાર 24 નવેમ્બર પછી નોટ બદલવા પર રોક લગાવી શકે છે.  ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બર નોટ બદલવાની અંતિમ તારીખ છે. સરકાર આ સમય સીમાને આગળ વધારવા નથી માંગતી. 
 
નોટબંદી ક્રાંતિકારી નિર્ણય - અન્ના હજારે 
 
અન્ના હજારેએ સરકારના નોટબંદીના પગલાના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યુ કે આ કેન્દ્ર સરકારનો મોટુ અને ક્રાંતિકારી પગલુ છે.  ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનના પુરોધા અન્નાએ કહ્યુ કે 500 અને 1000ના જૂના નોટ બંધ થવાથી બ્લેક મની, ભ્રષ્ટાચાર અને આતંકવાદીઓના ફંડ પર રોક લાગશે. અન્નાએ કહ્યુ કે અગાઉની સરકારે બ્લેક મની પર રોક લગાવવાની હિમંત નહોતી કરી. વર્તમાન સરકારના દૂરંદાજી નિર્ણયથી લોકતંત્ર મજબૂત થશે. હવે સરકારનુ આગામી પગલુ ચૂંટણી પ્રક્રિયાને ચોખ્ખી કરવાની હોવી જોઈએ.