શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2016 (11:10 IST)

ગુજરાત - છાપાના ઓફિસમાં ઘુસીને પત્રકારની હત્યા, BJPના પૂર્વ મંત્રીના પુત્ર પર કત્લનો આરોપ

ગુજરાતના જૂનાગઢમાં સોમવારે મોડી રાત્રે એક પત્રકારની સનસનીખેજ હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિજનો મુજબ, કિશોર દવે 'જય હિંદ' નામના છાપાના બ્યૂરો ચીફ હતા. રાત્રે લગભગ સાઢા નવ વાગ્યે તેમના ઓફિસમાં જ ચાકૂ મારીને તેમની હત્યા કરવામાં આવી. પરિવારના લોકોએ બીજેપીના વરિષ્ઠ નેતા રતિલાલ સુરેજાના પુત્ર ડો. ભાવેશ સુરેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. 
 
રતિલાલ સુરેજા ગુજરાતના મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચુક્યા છે. પરિજનોનુ કહેવુ છેકે છેલ્લા એક વર્ષથી કિશોર દવે અને ડો. ભાવેશ સુરેજા વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. ડો. ભાવેશ સુરેજા વિરુદ્ધ એક મહિલાના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેને પત્રકાર કિશોર દવેએ પોતાના છાપામાં મુખ્ય રીતે પ્રકાશિત કર્યો હતો. ત્યારબાદ ભાવેશને કિશોર વિરુદ્ધ માનહાનિનો કેસ પણ કર્યો હતો. 
 
અગાઉ પણ મળી ચુકી હતી ધમકીઓ 
 
પરિવારના લોકો મુજબ કિશોર દવેને પહેલા પણ અનેકવાર જીવથી મારવાની ધમકી આપવામાં આવી  હતી. એવુ કહેવાય રહ્યુ છે કે સાંજે લગભગ સાઢા નવ વાગ્યે જૂનાગઢના વનજારી ચૌક સ્થિત એક કોમ્પ્લેક્સમાં કિશોર પોતાની ઓફિસમાં કામ કરી રહ્યો હતો. ત્યારે કેટલાક અજ્ઞાત હુમલાવરોએ તેમના પર છરીથી હુમલો કર્યો. કિશોર દવેનુ ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયુ.  જ્યારે કિશોર દવેના સહાયક ઓફિસ આવ્યા ત્યારે સૌ પહેલા તેમને ખૂનમાં લથપથ લાશ જોઈ અને પોલીસને સમાચાર આપ્યા.