મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (13:01 IST)

ખોડલધામમાં હવનમાં 10 લાખ રૂપિયાની કિંમતનું ચંદન વપરાશે,

ખોડધલામમાં 21 કુંડી યજ્ઞ ચાલી રહ્યો છે ત્યારે શુક્રવારે 1008 કુંડી યજ્ઞનું આયોજન છે. આ હવનમાં લાખો રુપિયાની મોંઘી વસ્તુઓ વપરાશે. ગણપતિ-કુળદેવીના પૂજન સહિતની વિધિઓ થઇ રહી છે. જેમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા કિલો ચંદનના લાકડા(કાષ્ટ) અને 1 લાખની કિંમતનું 1 કિલો તુલસીના મધનો ઉપયોગ થઇ રહ્યો છે અને આવતીકાલે પણ થશે. કુલ 11 લાખ 25 હજારના ચંદનના કાષ્ટ વપરાશે.આચાર્ય કૌશિકભાઇએ જણાવ્યું હતુ કે, આજે એટલે કે ગુરુવારે સવારે દેવ પ્રબોધન વિધિ, ગણપતિ વગેરે દેવતાઓની પૂજન વિધી કરવામાં આવી રહી છે. બપોર પછી મંદિરનું વાસ્તુ, શિખર પ્રતિષ્ઠા પૂજન વિધી કરાશે. સાંજે આરતી, સ્તુતિ, દેવી-દેવતાનું સ્મરણ કરવામાં આવશે. આવતીકાલે સવારે 1008 કુંડી હવનમાં પણ વિવિધ પૂજાઓ કરાશે. જેમાં સમાજના 1008 યુગલ હવનમાં બેસશે. જાણવા મળતી વિગતો મુજબ હવન વિધિઓમાં દોઢ લાખનું એક કિલો એવા સાડા સાત કિલો ચંદનના કાષ્ટ યજ્ઞમા વપરાશે. જે એક દાતાનું દાન છે. દાતા પોતાનું નામ ન આપવાની શરતે દાન કરેલું છે. તે સિવાય ઓરિજનલ કેસર વાપરવામા આવશે. હવનમાં 1 લાખનું એક કિલો તુલસી મધ વાપરવામાં આવી રહ્યું છે. જે તુલસીમાંથી બન્યું છે. જેને સળીથી (સલાકા)થી હવનમાં બેઠેલા યજમાનોના આંખમાં આજવામાં આવી રહ્યું છે. જેમાં સુવર્ણ અને ચાંદીની વાટકી અને સલાકા વાપરવામાં આવી રહ્યાં છે. આ સિવાય 4000ની એક કિલો એવી હળદર વાપરવામાં આવી રહી છે.