ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 25 નવેમ્બર 2016 (13:05 IST)

ગુજરાતમાં ઠેર ઠેર નોટબંધીનો વિરોધ કરતાં કોંગ્રેસનો હલ્લાબોલ

નોટબંધીથી સામાન્ય વર્ગને પડતી હાલાકી અંગે સરકારને જગાડવા માટે કોંગ્રેસે અમદાવાદના નારાણપુરા ખાતે અમિત શાહના ઘર બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય શૈલૈષ પરમાર, ચેતન રાવલ, દિનેશ શર્મા, જીતુ પટેલ, મનિષ દોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના સ્થાનિક નેતાઓ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.  આમ છતા મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોએ અમિત શાહના ઘર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પણ લોખંડી બંદોબસ્ત વચ્ચે કાર્યકરો અમિત શાહના ઘર સુધી પહોંચી શકયા ન હતા. છેવટે કાર્યકરોએ અમિત શાહના બે પુતળાને બાળવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેને ઝૂટવી લેતા અંતે કાર્યકરોએ ‘અમિત શાહ મસ્ત મસ્ત, પ્રજા ત્રસ્ત  ત્રસ્ત’ જેવા સુત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવ કરતા 200 કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.કોંગ્રેસના કાર્યકરો અપેક્ષા કરતા મોટી સંખ્યામા ઉમટી પડતા તાત્કાલિક પોલીસે શહેરભરની પોલીસને એલર્ટ કરીને અમિત શાહના નારણપુરા અ્ને થલતેજ સ્થિત ઘર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કોંગ્રેસના કાર્યકરો શાહના ઘર સુધી પહોંચવામાં સફળ રહેતા પોલીસે ઘરની 200 મીટર બહાર જ આખા વિસ્તારને કોડર્ન કરી લીધો હતો. પોલીસ લાઇનબંધ અમિત શાહના ઘરથી દૂર ગોઠવાઇ જતા કોંગ્રેસના કાર્યકરો અ્ને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સાથે માથાકૂટ અને શર્ટના કોલર પકડવા સુધીની ઘટના બની હતી. શાહના બે પુતળા બાળવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે ઝૂટવી લેતા કાર્યકરો અને પોલીસ વચ્ચે પકડદાવના ખેલ ખેલાયા હતા. કાર્યકરોએ ‘અમિત શાહ હાય... હાય...’ અને ‘અમિત શાહ મસ્ત મસ્ત-પ્રજા ત્રસ્ત ત્રસ્ત’ જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. છેવટે પોલીસે 200 જેટલા કાર્યકરોની અટકાયત  કરતા મામલો થાળે પડી ગયો હતો.કેન્દ્ર સરકારે લીધેલા નોટબંધીના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસી કાર્યકરોએ નેશનલ હાઇવે પર વાહનો રોકી દીધા છે. કોંગ્રેસના કાર્યકરોમાં ખુબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઇને નેશનલ હાઇવે પર વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ મોદી હાય હાયના નારા લગાવ્યા હતા. વાહનોને રોકી દેવામાં આવતા નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દીધો હતો. સુરત રેલવે સ્ટેશન પર સાડા નવ વાગ્યાની આસપાસ કોંગ્રેસીઓ દ્વારા રેલ રોકો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ સહિતના લોકોએ રેલના એન્જિન પર ઉભા રહીને ટ્રેનને રોકી હતી. બાદમાં પોલીસ દ્વારા 10થી વધુ અગ્રણી નેતાઓને ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. નોટબંધીના વિરોધમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર બસ પણ રોકવામાં આવી હતી.