ઓલીવર ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:44 IST)

Widgets Magazine
oliver


અમદાવાદ ખાતે બીજી ડિસેમ્બરે સાંજે (મ્યુઝિકલ ડ્રામા) ફિલ્મ(1968)નું સ્કિરીનીંગ યોજાયું હતું. ઓગણીસમી સદીના ચાર્લ્સ ડિકન્સની જાણીતી નવલકથા ઓલીવર ટવીસ્ટ પરથી ડાયરેકટર કેરોલ રીડે 1968માં ઉતારેલી આ ફિલ્મ એક મ્યુઝિકલ ડ્રામા છે. એટલે કે તેમાં કેટલાક સંવાદો બોલવાને બદલે ગાવામાં આવ્યા છે. તમામ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ જાતે જ ગાયું છે, પાર્શ્વ ગાયનની ટેકનિકનો ઉપયોગ નથી કર્યો.  ડીકન્સની બીજી નવલકથાઓની જેમ ઓલીવર ટવીસ્ટમાં પણ ઓગણીસમી સદીના લંડનની ગરીબી, ગંદકી, અને ગુંડાગીરીની વાસ્તવિકતાનું નિરુપણ જોવા મળે છે. 1837થી 1839 સુધીના ત્રણ વરસમાં આ નવલકથા એક અખબારમાં હપ્તાવાર છપાઈ હતી. ઓલીવરની માતા તેને જન્મ આપીને મૃત્યુ પામી. શિશુ ઓલીવર એક ગામડાના અનાથાશ્રમમાં ઉછરે છે. તેને કે બીજા કોઈને ખબર નથી, કે તેના માતાપિતા કોણ છે. અનાથાશ્રમમાં બીજા છોકરાની જેમ ઓલીવરને પણ પૂરતું ખાવા મળતું નથી. તેની મારપીટ થાય છે, તેના પર જુલમ થાય છે. પણ ટ્રસ્ટીઓ માલમતીદા ઝાપટીને જલસા, મોજમઝા કરે છે. નવ વરસનો ઓલીવર ભાગીને લંડન જાય છે. ત્યાં તેને  રસ્તે ભટકતો જોઈને ફાગીન નામનો ગુંડો તેને પકડી લઈને પોતાની ખિસ્સાકતરુની ટાળકીમા સામેલ કરે છે. ફાગીનની ટોળકીમાં નવ વરસનો બીજો એક છોકરો જોન ડોકીન્સ પણ છે, જે તેને ખિસ્સા કાતરતા શીખવે છે. ઓલીવર ખિસ્સું કાતરતા પકડાય છે, તેને કોર્ટમાં રજૂ કરાય છે ત્યારે એક ધનાઢ્ય વૃદ્ધ પુરુષ તેને પોતાને ઘરે લઈ જઈ તેના ભરણપોષણ, શિક્ષણ અને ઉછેરની જવાબદારી લે છે. પરંતુ ફાગીન પોતાના કુમળા શાગિર્દને છોડવા તૈયાર નથી. ઓલીવર કેવી રીતે તેની ચૂંગાલમાંથી ઠૂટે છે, તેની રસપ્રદ વાર્તા આ ફિલ્મમાં રજૂ કરાઈ છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઈંડોનેશિયામાં તેજ ભૂકંપના ઝટકા, 25 લોકોના મોત

ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપના અસેહ શહેરમાં આજે શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા 25 ...

news

સિહોર ના દાદાની વાવ વિસ્તાર ની ઘટના...

રસ્તા પર જઈ રહેલ એક યુવક ને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત..

news

દિલ્હી - NCRમાં ધુમ્મસનો માર , 81 ટ્રેન મોડી, ફ્લાઈટ્સ પર પણ અસર

દિલ્હી - NCRના વધારે ક્ષેત્રોમાં બુધવારે સવારે ગહરો કોહરાના કારણે વિજિબિલિટી 50 મીટરથી ...

news

પશ્ચિમ બંગાળમાં કેપિટલ એક્સપ્રેસના બે કોચ પાટા પરથી ઉતર્યા, 2 લોકોના મોત, 12 ઘાયલ

પટનાથી ગુવાહતટી જતી રહી કેપિટલ એક્સપ્રેસના બે કોચ ગઈ રાતે પશ્ચિમ બંગાળમાં પટરીથી ઉતરી ગયા ...

Widgets Magazine