શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2016 (10:58 IST)

તરણેતરના મેળામાં 2 હજાર યુવક-યુવતીઓએ 'છત્રી ડાન્સ' કર્યો, મળ્યું ગિનેસ બુકમાં સ્થાન

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામ ખાતે ત્રીનેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં પરંપરાગત રીતે યોજાતા તરણેતરના ભાતીગળ લોકમેળામાં આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જયારે તરણેતરની સાચી ઓળખ એવી ભાતીગળ છત્રીનો એક સાથે 200 જેટલા યુવક-યુવતીઓએ ડાન્સ કરી અનોખો રેકોર્ડ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લાના પાંચાળ વિસ્તાર એવા તરણેતર ખાતે વર્ષોથી પરંપરાગત અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતો ભાતીગળ મેળો યોજાય છે.ત્યારે ચાલુ વર્ષે પણ તરણેતરના મેળાનું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તરણેતરના પારંપરિક લોકમેળામાં વર્ષોથી ભાતીગળ ભરત ભરેલી છત્રી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે આજે એક સાથે 2016 યુવક-યુવતીઓ એ સામુહિક છત્રી ડાન્સ કરી અનોખો રેકોર્ડ કાયમ કર્યો છે. અગાઉ રશિયા ખાતે 1800 જેટલી છત્રી ડાન્સ ગ્રીનીશ બુક ઓફ રેકોર્ડમાં નોંધાયો છે.