મંગળવાર, 19 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 જાન્યુઆરી 2017 (14:12 IST)

ખોડલધામમાં લાખો પાટીદારોએ કર્યુ રાષ્ટ્રગાન ગાતા ગીનિઝ બુકમાં નોંધાયો રેકોર્ડ

ખોડલધામમાં આજે ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. બાંગ્લાદેશમાં 2 લાખ 54 હજાર લોકોએ પોતાનું રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારે ખોડલધામમાં સાડા ત્રણ લાખથી વધુ લોકોએ રાષ્ટ્રગાન કરી બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો છે. રેકોર્ડ માટે  ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ખોડલધામ આવી પહોંચી હતી. ખોડલધામમાં મેઇન ગેઇટથી માંડી અનેક જગ્યાએ સેન્સર મુકવામાં આવ્યા છે. જેથી લોકોની સંખ્યા જાણી શકાય હતી. હાલ ટીમ દ્વારા લોકોની સંખ્યાની ગણતરી ચાલી રહી છે.  વહેલી સવારે પ્રાણપ્રતિષ્ઠા અને મંગળા આરતી બાદ લાખો પાટીદારોએ સમૂહમાં રાષ્ટ્રગાન કર્યું હતું. જેનો વધુ એક રેકોર્ડ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે. ટ્રસ્ટ દ્વારા સાડા ત્રણ લાખથી વધુ પાટીદારોએ રાષ્ટ્રગાન કરી ગીનિઝ બુકમાં રેકોર્ડ નોંધ્યો છે.  ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા નરેશ પટેલને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.  ખોડલધામમાં ઉમટી પડેલા લાખોની સંખ્યામાં લોકોની ગણતરી કરવા માટે દરેક ગેટ પર સેન્સર મુકવામાં આવ્યા હતા. કુલ 25 સેન્સર મુકવામાં આવ્યા હતા. લાખોની સંખ્યાની ગણતરી માટે એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં 11 હજાર નિરીક્ષકો કામ રહી રહ્યા હતા. તેના પર બીજા 11 નિરીક્ષકો અને તેના પર મુખ્ય બે નિરીક્ષકો કામ કરી રહ્યા હતા. આમ આખી ટીમ દ્વારા લોકોની ગણતરી ચાલુ છે. ગણતરી પૂરી થયા બાદ લોકોની સાચી સંખ્યા જાણી શકાશે.