શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (13:53 IST)

આજે 63 વર્ષના થયા આ ગુજરાતી ગાયક, એક સમયે કરતા હતા આરટીઓમાં નોકરી

પંખીડાઓ પંખીડા, તુ ઉડી જાજે પાવાગઢ..., તું રંગાઇ જાને રંગમાં... જેવા લોકજીભે ચડેલા ગુજરાતી ભજન અને ગીતો ગાનારા હેમંત ચૌહાણે 7 નવેમ્બરે 63 વર્ષ પૂર્ણ કર્યા છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, હેમંત ચૌહાણ આરટીઓમાં ક્લાર્કની નોકરી કરતા હતા. પરંતુ વારસામાં મળેલી ગાયકીમાં સરકારી નોકરી વિઘ્ન બનતા તેણે નોકરી પણ છોડી દીધી હતી. 
 
મૂળ જસદણના, અર્થશાસ્ત્ર સાથે બીએ સુધી અભ્યાસ તેઓએ ત્રંબામાં માધ્યમિક શિક્ષણ લઇ રાજકોટમાં અર્થશાસ્ત્ર સાથે બીએ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે સમયે આરટીઓમાં સરકારી નોકરી મળી હતી.
પાંચ વર્ષની ઉંમરે ભજન ગાતા, વારસામાં મળી કલા હેમંતભાઇ પાંચ વર્ષની ઉંમરે ભજન ગાતા હતા. તેમના પિતા રાજાભાઇ એક સારા ભજનીક હતા. દાદા તો મહાભારત અને રામાયણના ઉપાષક હતા. 1976ની સાલમાં રેડિયોની પરીક્ષા પાસ કરી આકાશવાણીમાં ભજન ગાવાની તક મળી હતી. 9 હજાર જેટલા ભક્તિસંગીતની રચનાઓ પ્રસારિત થઇ ગઇ છે. અમેરિકા, લંડન, કેનેડા સહિત 26 જેટલા દેશમાં પોતાના સ્વરને રમતા મુક્યા છે. 5 હજારથી વધારે સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે. તેમણે અત્યાર સુધીમાં લગભગ આઠસો આલબમ, સાત હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
નારાયણ સ્વામી, કાનદાસબાપુ, કનુભાઈ બારોટને સાંભળીને હેમંત ચૌહાણ ગાતા શીખ્યા હતા. હેમભાઈ(હેમુ ગઢવી)ને તે નાનપણથી સાંભળતા હતા અને તેમને તેમારા પ્રેરણાસ્રોત માને છે. વર્ષ 1986માં અમદાવાદમાં જ્યારે દૂરદર્શન કેન્દ્રની શરૂઆત થઈ ત્યારે મને, ભીખુદાન ગઢવી, દિવાળીબહેન ભીલ, શાહબુદ્દીન રાઠોડને એક કાર્યક્રમ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.
 
હેમંત ચૌહાણે 'ઝણણ ઝણણ ઝણ ઝાલરી...' વાગે એ ગીત ગાયું હતું. ત્યારે ટેલિવિઝન પર દૂરદર્શન એકમાત્ર ચેનલ હોવાથી સમગ્ર ગુજરાતમાં આ ગીત વખણાયું હતું. બાદમાં મને આલબમની અને વિવિધ કાર્યક્રમોની ઑફર મળવા લાગી હતી. આ દરમિયાન 'પંખીડા ઓ પંખીડા' અને 'રામદેવ પરણાવે'ની મ્યુઝિક કૅસેટ્સને સારી એવી લોકચાહના મળી હતી.
1987માં કેસર ચંદન ફિલ્મમાં ઝણ ઝણ જાલર વાગે...અને 1995માં પંખીડા ગીતમાં ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળ્યો હતો. સંગીત ભૂષણથી લઇ અનેક પુરસ્કાર, અકાદમી એવોર્ડ 2012, બ્રિટીશ પાર્લામેન્ટ લંડન સંગીત ભૂષણ એવોર્ડ 2015, ગુજરાત ગૌરવ પુરસ્કાર, ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા એ ગ્રેડ સન્માન અને બેસ્ટ પ્લે બેક સિંગર એવોર્ડ મેળવી ચૂક્યા છે અને " વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ " માં તેમની આ સિદ્ધિ આદર સહીત નોંધવામાં આવી છે
 
ભજનનાં આલ્બમો
પ્રેમનો પ્યાલો (દાસી જીવણ સાહેબનાં ભજન) ભાગ ૧, ૨
ભોજાભગતના ચાબખા
ભણે ભવાનીદાસ (ભવાનીદાસનાં ભજનો)
રવિસાહેબની વાણી
કડવાભગતની વાણી
કડવીવાણી
ગોવિંદવાણી
હળવીવાણી, ભાગ ૧ થી ૩
દાસી જીવણનાં ભજનો, ભાગ ૧ થી ૪
વિણેલાં મોતી, ભાગ ૧ થી ૩
ભજન ચેતવણી
ભજન પરજ
ભજનસંગ્રહ, ભાગ ૧ થી ૪
પ્રાચીન પ્રભાતિયાં
ભણે નરસૈયો
ચેલૈયાનું હાલરડું
ગુરુમુખવાણી
સાહેબવાણી
સંતવાણી
ઝાંઝરકાનો જોગી, ભાગ ૧ અને ૨
પુનીત પ્રસાદી
શામળા હો શામળા, ભાગ ૧ અને ૨
શામળિયાનો રંગ
શ્રીનાથજી સતસંગ
હરિકીર્તન
ગંગાસતિ અને લાખાલોયણનાં ભજનો, ભાગ ૧,૨
પ્રાચીન ભજનો
હરિરસની હેલી