શું તમે કિંજલ દવેની આ વાતોં જાણો છો

ગુરુવાર, 14 જૂન 2018 (18:32 IST)

Widgets Magazine

'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. આજે ગુજરાતમાં નાનકડા બાળકથી માંડીને યુવાનોના દિલોમાં રાજ કરે છે. તાજેતરમાં કિંજલ દવેની સગાઇ થઇ છે કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

કિંજલ દવે બાળપણ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થયું છે. કિંજલના પિતા હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા તે મિત્ર સાથે મળીને ગીતો પણ લખતા હતા. પિતા અને મનુ રબારીના પ્રયાસોથી નાની ઉંમરે કિંજલને ‘જોનડિયો’ લગ્નગીત આલબમમાં ગાવાનો મોકો મળ્યો. આ લગ્નગીત થોડા જ સમયમાં સમગ્ર ગુજરાતમાં હિટ રહ્યું હતું.  કિંજલને બાળપણથી જ ગાવાનો શોખ હતો, અને ધીમે ધીમે આ શોખ કમાણીનો માધ્યમ બની ગયો.

શરૂઆતના દિવસોમાં કિંજલ દવેને પ્રોગ્રામ, પાર્ટીમાં લગ્ન ગાવાના બદલામાં 50 રૂપિયાથી માંડીને 200 રૂપિયા મળતા હતા. આ રીતે કિંજલ બાળપણથી જ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થતી હતી. આજે કિંજલ દવેને તેના ગરબા, લગ્ન ગીત, લોકડાયરો અને સંતવાણી જેવા કાર્યક્રમોએ તેને ભારે ફેમસ બનાવી દીધી છે.કિંજલ દવેના 'ચાર ચાર બંગડીવાળી ગાડી' ગીતને એક વર્ષમાં 11 કરોડથી વધુ લોકો યૂટ્યૂબ પર નિહાળી ચૂક્યા છે. આ ગીતને બે વાર ગાવામાં આવ્યું હતું. આ ગીતને ગાંધીનગર ખાતે ભાડાના સ્ટૂડિયોમાં કંપોઝ કરવામાં આવ્યું હતું.નાનપણમાં બાળકો મોટાભાગે ફરવા જવા માટે, રમકડાં જીદ કરતા હોય છે પરંતુ કિંજલ દવે નાની હતી ત્યારે પોતાના પિતા પાસે ગીત ગાવા દેવાની જીદ કરતી હતી. કિંજલ જ્યારે નાની હતી ત્યારે તેમના ઘરમાં ગાયત્રી પાઠનું આયોજન થયું ત્યારે તેને ગાવાની તક મળી હતી. કિંજલ દવેએ ગાવાની શરૂઆત 'કાનાને મનાવો કોઇ મથુરામાં જાવ' ભજન દ્વારા કરી હતી. આ તેમનું પનપસંદ ભજન છે. કિંજલના પિતા લલિતભાઇ હિરા ઘસવાની સાથે સાથે ગીતો લખવાનો પણ શોખ ધરાવતા હતા. જ્યારે ઘરે ભજન કાર્યક્રમ હોય ત્યારે તે પિતાને ગાતા સાંભળતી અને જ્યારે લલિતભાઇ નાના મોટા પ્રોગ્રામમાં ગાવા જતા હતા ત્યારે તે કિંજલ દવેને પણ સાથે લઇ જતા હતા. સતત સંગીતના માહોલમાં ઉછરેલી કિંજલને બાળપણથી ગાવો શોખ જાગ્યો. અને તેને ધીમે ધીમે શરૂઆત કરી. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઇને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. શરૂઆતમાં તે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઇ શકે તે માટે પ્રોગ્રામ કરતી હતી તેણે ક્યારેય નામ કમાવવા માટે કે કેરિયર બનાવવા માટે ગીત ગાતી ન હતી. જ્યારે તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ત્યારે તેઓ એક ભાડાના મકાનમાં રહેતા હતા. ચોમાસાના દિવસો દરમિયાન આ મકાનની છતમાંથી પાણી ટપકતું હતું. અને આખી રાત પથારી ફેરવવી પડતી હતી. કિંજલની માતા સંબંધીઓને વીસી ખવડાવી ઘરમાં મદદરૂપ થતા હતા. તે દિવસોને યાદ કરતાં કિંજલે કહ્યું કે માત્ર 200 ગ્રામ દૂધમાંથી 7 થી 8 લોકોની ચા બે ટાઇમ બનતી હતી.કિંજલ દવેના પ્રશંસકોને કદાચ જ ખબર હશે કે કિંજલ દવેનું સાચું નામ કિંજલ જોશી છે. આ અંગે કિંજલ દવેએ જણાવ્યું હતું કે સ્કૂલ, કોલેજ, પાસપોર્ટ વગેરે ડોક્યુમેંટમાં કિંજલ દવેનું કિંજલ જોશી જ લખાય છે પરંતુ તેના સિંગર તરીકે તેનું નામ કિંજલ દવે છે. કિંજલ દવે મૂળ જોશી પરિવારમાંથી આવે છે. તેની મૂળ અટક જોશી છે જોકે દવે તેની પેટા અટક છે. આજે કિંજલ દેશ વિદેશમાં પોતાનો સુર રેલાવી રહી છે.

 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ચાર ચાર બંગડી વાળી કિંજલ Kinjal Dave Char Char Bangadi Wali

Loading comments ...

ગુજરાતી સિનેમા

અમેરિકાના ન્યૂ જર્સીમાં યોજાશે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ, 16 ફિલ્મો દર્શાવાશે

ગુજરાતીઓ આખી દુનિયામાં વસેલા છે. હવે ગુજરાતી ફિલ્મ્સ પણ વિશ્વ ફલક પર છવાઈ જવાની તૈયારીમાં ...

news

આ છે આકર્ષક બોડી ધરાવતી ભારતની ફેમસ ગુજરાતી જીમ ટ્રેનર રિચી શાહ

આજકાલના યુવક-યુવતીઓમાં આકર્ષક ફીગર બતાવવાનો ક્રેઝ વધ્યો છે. તેથી જ આજકાલ જીમની ખૂબ જ ...

news

વડોદરાના બિલ્ડરની અભિનેત્રી પત્નીને કોલગર્લ દર્શાવી ફોટોગ્રાફ વાયરલ કરાયો

બોલિવુડની સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને વડોદરાના બિલ્ડરને પરણેલી અભિનેત્રીને ...

news

ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતી ફિલ્મોના ઈતિહાસ માંથી થોડુંક ડોકિયું

૧ ૧૯૩૧ માં બોલતી હિન્દી ફિલ્મ શીરી ફરહાદ સાથે બે રીલ ની બોલતી ફિલ્મ મુંબઈ ની શેઠાણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine