- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - શાકાહારી વ્યંજન
ફુદીનાની ઈડલી
સામગ્રી - ફુદીનો એક ઝુડી, ઈડલી મિક્સ 2 વાડકી, આદુ-લસણનુ પેસ્ટ 1 ચમચી, ખાટુ દહી 1/2 વાડકી, મીઠુ સ્વાદમુજબ. ઈનો સોલ્ટ એક ચમચી. વઘાર માટે સામગ્રી - તેલ 1 ચમચી, લાંબા સમારેલા લીલા મરચા 4, કઢી લીમડો 8, રાઈ 1/4 ચમચી, હળદર 1/4 ચમચી. બનાવવાની રીત - ફુદીનાને સાફ કરીને ઝીણો સમારી લો. ઈડલી મિક્સને દહીમાં મીઠુ નાખી મિક્સ કરી એક કલાક માટે રહેવા દો જેથી તે ફૂલી જાય. હવે તેમા ઈનો સોલ્ટ, લીલા મરચા, આદુ-લસણનુ પેસ્ટ અને સમારેલો ફુદીના નાખીને એક જ દિશામાં 5 મિનિટ સુધી ફેંટો. ઈડલીના પાત્રમાં તેલ લગાવી મુકો. 20-25 મિનિટ થવા દો. ઠંડી થતા કાપો અને ગરમા ગરમ સર્વ કરો.