1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ ચટપટી પાપડી ચાટ

P.R
સામગ્રી : 10 બનાવી રાખેલી પૂરી કે પાપડી, અડધો કપ બાફેલા ચણા, એક કે બે બાફીને કાપેલા બટાકા, એક નાની ચમચી મીઠું, એક નાની ચમચી લાલ મરચાનો પાવડર, બે ચમચી કોથમીરની લીલી ચટણી, આંબલી કે ખજૂરની ચટણી, એક કપ ફેંટેલું દહીં, સેવ, ગાર્નિશિંગ માટે કાપેલી કોથમીર.

બનાવવાની રીત : એક મોટી પ્લેટમાં પાપડી કે પૂરીને વ્યવસ્થિત ગોઠવી દો. તેના પર ઉકાળેલા બટાકા અને કાળા ચણા ગોઠવો. ધ્યાન રાખવું કે બટાકાને વધારે દબાવી ન દેવા, તેને ટૂકડાંમાં કાપીને જ વાપરવા. ઉપરથી લાલ મરચું, મીઠું, લીલી ચટણી અને આંબલી કે ખજૂરની ચટણી નાંખો. પછી તેની ઉપર દહીં નાંખો અને છેલ્લે ઉપરથી સેવ ભભરાવો. તમે ઇચ્છો તો આ ચાટને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઝીણી સમારેલી ડુંગળી અને બીટ પણ નાંખી શકો છો. છેલ્લે કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી પાપડી ચાટ