રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ફરાળી ઢોકળા

N.D
સામગ્રી - મોરિયો 200 ગ્રામ, રાજગરાનો લોટ 100 ગ્રામ, શીંગોડાનો લોટ 100 ગ્રામ, ફરાળી મીઠુ(જરૂર મુજબ), દહી - એક વાડકી, સોડા એક ચમચી, તળવા માટે તેલ અને જીરુ.

બનાવવાની રીત - મોરિયાને બે કલાક માટે પલાળી દો. દહીં ફેંટીને રાજગિરો અને શીંગોડાનો લોટ ભેળવી દો. મોરિયાને વાટીને બધી સામગ્રી મેળવીને મિશ્રણને તૈયાર કરો. તેમા એક ચમચી સોડા અને મીઠુ નાખીને સારી રીતે ફેટો અને કૂકરના ડબ્બામાં ભરીને એક સીટી વગાડી લો. ઠંડુ થાય કે તેના પીસ કરી લો. તેલ ગરમ કરી જીરુ તતડાવો અને ઢોકળા વધારી દો. ઉપરથી ધાણા ભભરાવીને ઢોકળા પીરસો.