ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By

ફરાળી વાનગીઓ - ઉપવાસની વાનગીઓ

મોરૈયાની ખીર


સામગ્રી- મોરિયો 2 મોટી ચમચી, દૂધ 1/2લીટર, ખાંડ 4 ચમચી સૂકા મેવા ઇચ્છાનુસાર ઘી 1 ચમચી

વિધિ- સૌથી પહેલા મોરૈયાને ધોઇ 10 મિનિટ માટે રહેવા દો પછી ભારે તળિયાના વાસણમાં ઘી નાખી ગર્મ કરી પછી તેમાં મોરૈયો નાખી ધીમે તાપ પર સેકો. તેમા દૂધ નાખી ઉકાળો. જયારે તેના દાણા ચઢી જાય ત્યારે તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.

બટાકા ની બરફી



સામગ્રી - બટાકા 500 ગ્રામ, શક્કર 4 ચમચી, ઘી 4 ચમચી, એલચી પાવડર 1/2 ટી સ્પૂન, સૂકા મેવા સજાવટ માટે.

બનાવવાની રીત -સૌથી પહેલા બટાકાને બાફીને મસળી લો પછી પેનમાં ઘી ગરમ કરી બટાકાના મિશ્રણ નાખી ધીમી આંચ ઉપર સેકી તેમાં ખાંડ, ઈલાયચી પાવડર અને સમારેલા મેવા નાખી એક થાળીમાં ઘી લગાવી મિશ્રણ ને ફેલાવી દો. છરીથી કાંપા પાડી દો, કાજુ બાદામ થી સજાવી સર્વ કરો .

આગળ કોળાની ખીર
કોળાની ખીર
P.R


સામગ્રી - કોળું ૨૫૦ ગ્રામ , દૂધ ૧/૨ લીટર, ખાંડ ૪ ચમચી, ઘી ૨ ચમચી, ઈલાયચી પાવડર ૧/૨ ટી સ્પૂન, સૂકા મેવા ઇચ્છાનુસાર

વિધિ- સૌથી પહેલા કોળાને છીણી લો. હવે જાડા તળિયાના વાસણમાં ઘી નાખી ગર્મ કરો પછી તેમાં છીણેલુ કોળું નાખી સેકી લો. પછી દૂધમાં નાખી ઉકાળો. જયારે કોળું નરમ પડી જાય તેમાં ખાંડ અને સુકા મેવા નાખી સર્વ કરો.

શિંગોડાના લોટનો ઉપમા
W.D
સામગ્રી - શિંગોડાનો લોટ ૧ વાડકી, ઘી ૨ ચમચી, સમારેલાં લીલા મરચાં ૧ ચમચી, સમારેલા લીલાં કોથમીર, સિંધાલુણ, સીંગદાણોનો ભુકો 2 ચમચી, કાળા મરીનો પાવડર, કઢી લીમડો ૪-૫

વિધિ- સૌથી પહેલા પેન માં ઘી ગરમ કરી શિંગોડાનો લોટ ને સેકીને કાઢી લો અને બીજા પેન માં ઘી ગરમ કરી તેમાં જીરુ, કઢી લીમડો, સમારેલાં લીલા મરચાં, સેકેલો લોટ નાખી થોડું ગરમ પાણી નાખો . એમાં સ્વાદનુસાર મીઠું ,સીંગદાણોનો ભુકો, કાળા મરીનો પાવડર નાખી ઢાંકીને ધીમા તાપ પર થવા દો. સમારેલી કોથમીર નાખી સર્વ કરો.

મોરૈયો ની ઇડલી

W.D
સામગ્રી- મોરૈયો ૧ વાટ્કી ,સમારેલાં લીલા મરચાં ૧ ચમચી, સમારેલા લીલાં કોથમીર, સિંધાલુણ, મગફળીના દાણાનો ભુકો 2 ચમચી, આદું ઝીણું સમારેલુ.

વિધિ- સૌથી પહેલા મોરૈયો ધોઇ સમારેલાં લીલા મરચાં, આદું સાથે વાટી લો પછી તેમાં સિંધાલુણ, મગફળીના દાણા નો ભુકો નાખી મિકસ કરો ઇડલીના સાંચામાં તેલ લગાવી મિશ્રણ ભરી ૧૦ મિનિટ વરાળમાં થવા દો. પછી ઠંડા કરી લીલી ચટણી સાથે સર્વ કરો.